ETV Bharat / sitara

Poster Release: અજય દેવગને શેર કર્યું "ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" ફિલ્મનું મોશન પોસ્ટર - સોનાક્ષી સિન્હા

બૉલિવૂડ અભિનેતા અજય દેવગને(Ajay Devgan) હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને ધમાલ મચાવી દીધી છે. કારણ કે, અજય દેવગને સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' (Film Bhuj)નું મોશન પોસ્ટર શેર કર્યું છે. અજય દેવગનના ફેન્સ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Film Bhuj
Film Bhuj
author img

By

Published : Jul 8, 2021, 8:36 PM IST

  • અભિનેતા અજય દેવગને દર્શકોને આપી ગિફ્ટ
  • અજયે 'ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'નું મોશન પોસ્ટર કર્યું શેર
  • ફિલ્મમાં અજય દેવગન સ્ક્વોડ્રન લીડરની ભૂમિકામાં જોવા મળશે

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): કોરોના વાઈરસની બીજી લહેર પછી ફિલ્મોની શૂટિંગ ફરી શરૂ થઈ ગઈ છે. ત્યારે અનેક ફિલ્મો હવે OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ રહી છે. હવે આ યાદીમાં અજય દેવગન (Ajay Devgan) ની આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' (Film Bhuj)નું નામ જોડાયું છે. આ ફિલ્મ 13 ઓગસ્ટે રિલીઝ થશે. જો કે, છેલ્લા ઘણા સમયથી દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), સંજય દત્ત (Sanjay Dutt) અને એમી વિર્ક (Ammy Virk) પણ જોવા મળશે. અજયે આ ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે, વર્ષ 1971 અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ.

આ પણ વાંચો: કચ્છમાં "ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" ફિલ્મની શૂંટિગના વીડિયો થયા વાયરલ

ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને નોરા ફતેહી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં

અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાk' વર્ષ 1971ની ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન સ્ક્વોડ્રન લીડર વીજય કાર્ણિકના રોલમાં જોવા મળશે, જેણે ભૂજમાં એરબેઝ તૈયાર કર્યો હતો. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર (Sharad Kelkar) અને નોરા ફતેહી (Nora Fatehi) જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને અભિષેક દૂધિયા(Abhishek Dudhiya)એ ડિરેક્ટ કરી છે. પહેલા આ ફિલ્મ 15 ઓગસ્ટ 2020ના દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મને 13 ઓગસ્ટના દિવસે રિલીઝ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.