ETV Bharat / sitara

Aishwarya Rajnikant Bollywood Debue: રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા એક્ટર ધનુષથી અલગ થયા બાદ બોલિવૂડમાં ડેબ્યુ કરશે - સોશિયલ મીડિયા

રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત બોલિવૂડમાં ડેબ્યુ (Aishwarya Rajnikant Bollywood Debue) કરવા જઈ રહી છે. ઐશ્વર્યા સાઉથ ડાયરેક્ટર અને સિંગર છે. ઐશ્વર્યા નિર્દેશક તરીકે હિન્દી સિનેમામાં આવી રહી (Aishwarya Rajnikant hindi Films) છે.

Aishwarya Rajnikant Bollywood Debue: ઐશ્વર્યા રજનીકાંત ધનુષ સાથે અલગ થયા બાદ હવે બોલિવૂડમાં કરશે એન્ટ્રી

author img

By

Published : Mar 21, 2022, 1:22 PM IST

ન્યૂઝ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત બોલિવૂડમાં ડેબ્યૂ (Aishwarya Rajnikant Bollywood Debue) કરવા જઈ રહી છે, ત્યારે ઐશ્વર્યા સાઉથની ડાયરેક્ટર અને સિંગર છે. ઐશ્વર્યા નિર્દેશક તરીકે હિન્દી સિનેમામાં પોતાની કિસ્મત અજમાવવા જઈ રહી (Aishwarya Rajnikant hindi Films) છે, જ્યારે ફિલ્મનું ટાઈટલ પણ નક્કી થઈ ગયું છે. ઐશ્વર્યા નિર્માતા મીનુ અરોરા સાથે પોતાનો પહેલો બોલિવૂડ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. જે એક લવ સ્ટોરી ફિલ્મ હશે અને તે સત્ય ઘટના પર આધારિત છે.

ઐશ્વર્યા 'ઓ સાથી ચલ' નામની હિન્દી ફિલ્મ બનાવવશે: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા 'ઓ સાથી ચલ' નામની હિન્દી ફિલ્મ બનાવવા જઈ રહી છે. હાલ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. આ સમાચારની નિર્માતા મીનુએ પુષ્ટિ કરી છે. આ સંદર્ભે મીનુએ કહ્યું કે, ફિલ્મની સ્ટારકાસ્ટની પસંદગી થવાની બાકી છે. ઐશ્વર્યા અંગે વાત કરીએ તો તે હાલમાં જ તેના ગીત મુસાફિરથી ચર્ચામાં આવી હતી. આ પહેલા પણ તે કોરોના પોઝિટિવ હોવાના કારણે હેડલાઈન્સમાં આવી હતી.

આ પણ વાંચો: HBD Rani Mukharji: રાની મુખર્જીને અભિનેત્રી બનવામાં કોઇ દિલચસ્પી ના હતી

2004માં સાઉથ એક્ટર ધનુષ સાથે લગ્ન કર્યા હતા: રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ વર્ષ 2004માં સાઉથ એક્ટર ધનુષ સાથે લગ્ન કર્યા હતા અને આ વર્ષની શરૂઆતમાં બન્ને અલગ થઈ ગયા હતા. જેની માહિતી બન્નેએ સોશિયલ મીડિયા (Social Meida) પર આપી હતી. જોકે હજુ સુધી તેમના અલગ થવાનું કારણ બહાર આવ્યું નથી.

બાળકોની જવાબદારી તેને લઇ લીધી: બન્ને અલગ થયા બાદ બાળકોની જવાબદારી તેને લઇ લીધી છે. જો ધનુષ તેના કામમાં વ્યસ્ત હોય તો બાળકોને ઐશ્વર્યાના ઘરે છોડી દેવામાં આવે છે અને જ્યારે ઐશ્વર્યા વ્યસ્ત હોય, ત્યારે બાળકોને ધનુષના ઘરે મોકલવામાં આવે છે. આ રીતે બન્ને સાથે મળીને બાળકોનું ધ્યાન રાખી રહ્યા છે.

ધનુષનું વર્કફ્રન્ટ: ધનુષના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો સિક્કો ચાલે છે. આ સાથે જ તે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. હાલમાં જ ધનુષ ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: Amir Khan Reaction On Kashmir Files: આમિર ખાને કહ્યું..."ભારતના દરેક લોકોએ 'ધ કાશમીર ફાઇલ્સ' અચૂકપણે જોવી જોઇએ"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.