મુંબઈ : કોરોના વાઇરસને રોકવા માટે ચાલી રહેલા લૉકડાઉન બાદ હવે બૉલીવૂડ ઈન્ડ્રસ્ટ્રીઝમાં ફિલ્મ નિર્માણના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. ફિલ્મ નિર્માતા અશ્વિની અય્યર તિવારેએ જણાવ્યું કે, પ્રોડકશનની પ્રકિયામાં ફેરફાર થશે. અશ્વિનીએ કહ્યું કે, જ્યારે શૂંટિગ શરુ થશે ત્યારે પ્રોડકશનની પ્રકિયામાં ફેરફાર જોવા મળશે. ગિલ્ડના નવા નિયમ અનુસાર બધાની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા હશે.
કામકાજના શેડ્યૂલમાં બદલાવ આવી શકે છે. જેમાં કલાકારો અને ક્રૂની ઓછામાં ઓછી સંખ્યાની સાથે ઈન્ડોર જગ્યા પર પ્રોડકશન શરૂ કરવામાં આવશે. સૌથી મહ્તપૂર્ણ વાતએ છે કે, સૌ પોતાની ટીમ માટે જવાબદાર હોવાની આવશ્યકતા છે.
અભિનેત્રી ઋચાએ જણાવ્યું કે, વાસ્તવમાં હું નથી માનતી કે મહામારી બાદ શૂટિંગના પરિદશ્ય કેવું હશે, પરંતુ હું આશા રાખું છું કે યોગ્ય દિશા નિર્દેશોની સાથે શૂટિંગ શરૂ થઈ શકે છે. પ્રોડયૂસર્સ ગિલ્ડે પહેલા જ નિર્દેશોનું લાંબુ લીસ્ટ મોકલ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે, તે ટેલીવિઝન માટે કઈ રીતે શૂટિંગને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
અભિનેત્રી જૈકલીન ફર્નાંડીસનો લાગે છે કે બદલાવ ધીરે-ધીરે થશે. જૈકલીને કહ્યું કે,મને આશા છે કે, લૉકડાઉન બાદ બદલાવ ધીરે ધીરે થશે. માત્ર મનોરંજન ઉદ્યોગ નહિ પરંતુ દરેક ઉદ્યોગ સામાન્ય થવામાં સમય લાગશે. ત્યાં સુધી આપણે ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ.
અભિનેતા પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, અધિકારીઓ દ્વારા જે નિયમ આપવામાં આવે છે. તેમનું પાલન અભિનેતાઓ અને પ્રવાસીને સમાન રુપથી કરવો પડે છે.
પંકજે કહ્યું કે, કોઈ પણ દિશા-નિર્દેશ જે ડબ્લ્યૂઓ, ભારતના ડૉકટરો,મહારાષ્ટ્ર સરકાર, ફિલ્મ ફેડરેશનથી, સિન્ટા અને અમારા સંધ દ્વારા આપવામાં આવશે. તે અભિનેતાઓની સાથે -સાથે પ્રવાસી માટે પણ સમાન હશે. અમે અભિનેતા પણ શ્રમિક છીએ.