- ઈન્કમટેક્સ દરોડા પછી સોનુ સુદે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
- અભિનેતા સોનુ સુદે પોસ્ટમાં લખ્યું કે, 'કર' ભલા, હો ભલા
- સોનુ સુદે લખ્યું કે, મુશ્કેલ રસ્તાઓમાં પણ પ્રવાસ સરળ લાગે છે, દરેક હિન્દુસ્તાનીઓની દુઆઓની અસર લાગે છે
ન્યૂઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેતા સોનુ સુદના ઘરે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે સોનુ સુદે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આમાં સોનુ સુદે લખ્યું હતું કે, તમે હંમેશા પોતાની તરફની સ્ટોરી કહેવાની જરૂર નથી, સમય કહેશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ પ્રતીક ગાંધીની ફિલ્મ 'રાવણ લીલા'નું બદલવામાં આવ્યું નામ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
મેં દિલથી લોકોની સેવા કરી છેઃ સોનુ સુદ
સોનુ સુદે જે પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું છે કે, તમારે હંમેશા પોતાની સ્ટોરી કહેવાની જરૂર નથી, સમય કહેશે. મેં દિલ અને દિમાગથી પોતાના દેશના લોકોની સેવા કરી છે. મારા ફાઉન્ડેશનમાં રહેવા દરેક પૈસા લોકોનો જીવ બચાવવા અને જરૂરિયાતમંદોની મદદ માટે રહ્યા છે. અનેક પ્રસંગ પર મેં વિજ્ઞાપન આપનારા બ્રાન્ડ્સે મારી ફી દાનમાં દેવા માટે પ્રોત્સાહિત કરી છે.
આ પણ વાંચોઃ Bigg Boss OTT: દિવ્યા અગ્રવાલે શો જીત્યો અને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ જીતી
મારી સફર ચાલી રહેશેઃ સોનુ સુદ
સોનુ સુદે વધુમાં લખ્યું હતું કે, કેટલાક મહેમાનોના સ્વાગતમાં તેઓ વ્યસ્ત હતા. એટલા માટે 4 દિવસ સુધી લોકોની સેવામાં ઉપલબ્ધ ન થઈ શક્યા. તેણે લખ્યું હતું કે, મેં ફરી એક વાર માણસાઈ, સેવા અને જીવનભર માટે પરત આવી ગયો છું. 'કર' ભલા, હો ભલા, અંત ભલે કા ભલા. મારી સફર ચાલી રહેશે. જય હિન્દ.