મુંબઈ : ટિકટોક સ્ટાર સિયા કક્કડની આત્મહત્યાના સમાચાર સામે આવતા જ તેના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે. તે ફક્ત 16 વર્ષની હતી. સિયાના પરિવારને માથે જાણે આભ તુટી પડ્યું છે. રિપોર્ટસ મુજબ તે ડિપ્રેશનમાં હતી.
ટીવી અભિનેતા જય ભાનુશાલીએ પણ તેના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે સોશીયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને તેમાં કહી રહ્યો છે કે આત્મહત્યા દરેક મુશ્કેલીનું સમાધાન નથી.
![આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી: જય ભાનુશાલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:02:23:1593185543_7784320_jai.jpg)
"મને સિયા કક્કડ વિશે જાણ થઈ. ભગવાન તેની આત્માને શાંતિ આપે. આ બધું શું થઈ રહ્યું છે? લોકો આ શું કરી રહ્યા છે? દરેકની જિંદગીમાં કોઈને કોઈ સમસ્યા હોય છે. આ મહામારી ના સમયમાં કોઈ ખુશ નથી. પરંતુ જિંદગીનો અંત આણી દેવો એ સમસ્યાનું સમાધાન નથી.
તમે આ કરીને તમારી સમસ્યાથી છુટકારો મેળવી લેશો પરંતુ તમારા માતા પિતા વિષે વિચારો. જ્યારે તેમને જાણ થશે કે તમે. તમારા જીવનનો અંત લાવી દીધો છે ત્યારે તેમને કેટલું દુઃખ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
એક પિતા હોવાના કારણે હું તેના પરિવારજનોનું દુઃખ સમજી શકું છું. તમારે કંઈપણ સમસ્યા હોય તમારા પરિવાર સાથે અથવ મિત્રો સાથે વાત કરો. જો અન્ય કોઈ આત્મહત્યા કરી રહ્યું હોય તો તેનો મતલબ એ નથી કે તમે પણ કરો. "
સિયા દિલ્હીના ગીતા કોલોની વિસ્તારની રહેવાસી હતી. તેની આત્મહત્યા અંગે ખુલાસો કરતી કોઈ સુસાઇડ નોટ પોલીસને મળી નથી. આથી તેની આત્મહત્યાનું કારણ હજીસુધી એક રહસ્ય બની રહ્યું છે.