કોચી: રોમાન્સ ઝોનર પસંદ કરતા એમેઝોન પ્રાઈમ મેંબર્સને આ વર્ષે જુલાઈ મહિનામાં એક સારી ફિલ્મ જોવા મળશે. વિજય બાબુના પ્રોડક્શન બેનર ફ્રાઈડે ફિલ્મ હાઉસ તેમના ઓડિયન્સ માટે લઈને આવી રહી છે, મલયાલમ ફિલ્મ 'સુફીયમ સુજાતાયુમ', જેનું વર્લ્ડ પ્રીમિયર 3 જુલાઈના રોજ થશે.
આ મ્યુઝિકલ લવ સ્ટોરીમાં મલયાલમ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જયસૂર્યા સાથે મલ્ટિ-ટેલેન્ટેડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ જોવા મળશે. 15 વર્ષ બાદ અદિતિ રાવ હૈદરી મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઇ રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ફિલ્મના વિઝ્યુઅલ સિવાય અનુ મોઠેદથની સિનેમેટોગ્રાફી ઓડિયન્સને આકર્ષિત કરશે. દિપુ જોશીએ આ ફિલ્મનું એડિટિંગ કર્યું છે. સંગીતકાર એમ જયચંદ્રને આ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કર્યું છે. તેના ગીતો હરિ નારાયણ દ્વારા લખવામાં આવ્યા છે અને સુદીપ પાલનાડએ ગીતમાં અવાજ આપ્યો છે. આ ફિલ્મની રજુઆત એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર વિનય બાબુએ કરી છે. આ મોસ્ટ અવેઇટેડ લવ સ્ટોરીનું પ્રીમિયર 3 જુલાઈએ 200થી વધુ દેશમાં રિલીઝ કરવામાં આવશે.