- અભિનેત્રી રવીના ટંડને પુત્રી રાશાનો વીડિયો કર્યો શેર
- રાશા થડાની અટારી-વાઘા બોર્ડર પર ત્રિરંગા સાથે જોવા મળી
- વીડિયોમાં બેકગ્રાઉન્ડ પર દેશભક્તિનું ગીત વાગી રહ્યું છે
ન્યૂઝડેસ્ક- અભિનેત્રી રવીના ટંડન અત્યારે ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રવીના ટંડન અવારનવાર પોતાના નવા નવા ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ત્યારે રવીના એ ફરી એક વાર 15મી ઓગસ્ટના દિવસે પોતાની પુત્રી રાશાનો એક વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ઘણો ગમી રહ્યો છે. રવીના એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રવીનાની પુત્રી રાશા થડાની અટારી-વાઘા બોર્ડર પર દેશનો રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને દોડતી જોવા મળી રહી છે. તો બેકગ્રાઉન્ડમાં દેશભક્તિનું ગીત વાગી રહ્યું છે. તો રવીના ટંડનની આ પોસ્ટ પર ફેન્સ પણ પ્રેમ વરસાવી રહ્યાં છે. રવીના ટંડને શેર કરેલા ફોટોઝ-વીડિયોઝમાં રવીના પણ BSFના જવાનો સાથે જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પહેલાં રવીનાએ પુત્રીના રિઝલ્ટનો ફોટો શેર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ રવીના ટંડને પુત્રી રાશાનું રિઝલ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેમાં તેને તમામ વિષયમાં એ ગ્રેડ મળ્યો હતો.રવીના ટંડનના કામની વાત કરીએ તો, તે આગામી સમયે રિલીઝ થનારી 'કેજીએફ ચેપ્ટર 2'માં જોવા મળશે. આ સુપરસ્ટાર યશની ફિલ્મ છે. આ ઉપરાંત રવીના નેટફ્લિક્સ પર સિરીઝ અરણ્યકમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં પરમબ્રત ચટ્ટોપાધ્યાયની સાથે જોવા મળશે.
આ પણ વાંચોઃ અભિનેત્રી રવીના ટંડને પુત્રી સાથે wildlife Photography લીધો લહાવો
આ પણ વાંચોઃ માધુરી દિક્ષીત અને રવીના ટંડને એકસાથે સ્ટેજ પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ