મુંબઇ: એભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મુંબઇથી રવાના થતા આગાઉ કંગનાએ ટ્વિટ કરીને શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર ફરી નિશાન સાધ્યું છે.
મુંબઈ રવાના થતા પહેલા કંગનાએ શિવસેના પર નિશાન સાધ્યું હતું. કંગનાએ ટિ્વટ કર્યું કે " ભારે મનથી મુંબઇ છોડી રહી છું,મને કમજોર સમજીને બહુ મોટી ભુલ કરી રહ્યા છે."
સુશાંત સિંહ કેસ બાદ કંગના આ મુદ્દે પોતાના વિચાર સતત રાખી રહી છે. કંગનાએ મુંબઇની સરખામણી POKથી કરી હતી. આ બાદ કંગના શિવસેના પર સતત નિવેદનો આપી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉત અને કંગના વચ્ચે સતત નિવેદનો ચાલુ છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે પણ કહ્યું હતું કે, અભિનેત્રીને મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
આ પહેલા રવિવારે કંગના મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી. બેઠક બાદ અભિનેત્રી કંગનાએ કહ્યું કે, તેણે રાજ્યપાલને તેના પર થયેલા અન્યાય વિશે જણાવ્યું હતું. કંગનાએ કહ્યું કે, તે રાજકારણી નથી અને રાજકારણ સાથે તેનું કંઈ લેવાદેવા નથી.