ETV Bharat / sitara

પંચતત્વમાં વિલીન થયા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત, અશ્રુભીની આંખે અંતિમ વિદાય - સુશાંત સિંહ રાજપૂત અંતિમ વિદાય

બોલિવૂડના રાઇઝિંગ સ્ટાર અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પોતાની અભિનયથી કરોડો લોકોના પ્રિય બની ચૂક્યા છે. તેઓએ ગઇકાલે વિશ્વને અલવિદા કહ્યું હતું. અભિનેતાએ તેના મુંબઇના ઘરે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આજે સોમવારે તેમના અંતિમ સંસ્કાર મુંબઇના વિલે પાર્લે સ્થિત સેવા સમાજ ઘાટ ખાતે કરવામાં આવ્યા.

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત
author img

By

Published : Jun 15, 2020, 7:12 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતને આજે મુંબઈમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાય આપવા માટે નજીકના ઘાટ પર પિતા, પિતરાઇ ભાઇ, ત્રણ બહેનો અને અન્ય લોકો પણ હાજર હતા.

રાઇઝિંગ સ્ટાર અને મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા નિભાવનારા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇના તેના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા 6 મહિનાથી તે ડિપ્રેશનમાં હતો.

સુશાંત બોલિવૂડનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતો. તેમણે ટીવી એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પહેલા 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' નામની સિરિયલમાં કામ કર્યું હતું, પરંતુ એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તાથી તે મશહૂર થયો.

આ પછી તેણે ફિલ્મોની સફર શરૂ કરી. તેઓ ફિલ્મ ‘કાયપો છે’માં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા, અને તેમના અભિનયની પ્રશંસા પણ થઇ હતી.

આ પછી તે વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે શુદ્ધ દેશી રોમાંસ’માં દેખાયો હતો. જો કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીની ભૂમિકા ભજવીને તેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. સુશાંતની કારકિર્દીની આ પહેલી ફિલ્મ હતી જેણે 100 કરોડની કમાણી કરી હતી.

સુશાંત આ ઉપરાંત સોનચિડીયા અને છિછોરે જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.