મુંબઇ: અભિનેતા સૂર્યા શર્માના કહેવા મુજબ, તે આગામી વેબ સીરીઝ 'અનદેખી'માં નિર્દય અને નિર્ભય વ્યક્તિની ભૂમિકા ભજવશે.
આ ક્રાઇમ થ્રિલરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બતાવ્યું છે કે, સેલિબ્રેશન દરમિયાન નશામાં એક વ્યક્તિ પ્રોફેશનલ ડાન્સરને સ્ટેજ પર ડાન્સ કરતી વખતે તેને હેરાન કરે છે. તે તેની સાથે વાત કરવા માગે છે અને જ્યારે તે વાત નથી કરતી ત્યારે, તેના પર ફાયરિંગ કરે છે. ત્યારબાદ પાર્ટીમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે, થોડા સમય પછી ફરી સેલિબ્રેશન શરૂ થાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સૂર્યાએ કહ્યું, 'અનદેખી'નો ભાગ બનવુંએ મારા માટે એક સારો અનુભવ રહ્યો હતો. જેમ શોનું નામ જ સૂચવે છે, તે એવું કંઈક છે જે આપણે પહેલાં ક્યારેય જોયું નથી અથવા અનુભવ્યું નથી અને મને આનંદ છે કે, લોકોએ ટીઝરને સારો પ્રતિસાદ આપ્યો છે.'
તે વધુમાં કહે છે કે, “એક કલાકાર તરીકે હું આ તકનો સારો લાભ લેવા માગતો હતો અને મારા અભિનય પર ફોકસ કરવા ઇચ્છતો હતો. શોમાં મારું પાત્ર નિર્દય અને નિર્ભય બતાવવામાં આવ્યું છે.મને આશા છે કે,ઓડિયન્સ શોને પસંદ કરશે. ”
'અનદેખી' આશિષ આર. શુક્લા દ્વારા દિગ્દર્શિત સાચી ઘટનાઓ પર આધારિત છે. સોની લિવની આ સીરીઝને 10 જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે.
ઉપરાંત, અભિનેતા સૂર્યા શર્મા 'હોસ્ટેજ', 'વીરે દી વેડિંગ' અને ટીવી શો 'કાલા ટીકા' માં તેમની ભૂમિકાઓ માટે જાણીતા બન્યા હતા.