ETV Bharat / sitara

અભિનેતા સની દેઓલ ફિલ્મના શૂટિંગ માટે લાહૌલ સ્પીતિ પહોંચ્યા - લાહૌલ સ્પીતીમાં સન્ની દેઓલ

બોલીવૂડ સ્ટાર સની દેઓલ ફિલ્મના શૂટિંગ માટે લાહૌલ પહોંચ્યા છે. ત્યારે અભિનેતા સની દેઓલે લાહૌલના ઉદેયપુરના જિસ્પાની સાથે તાદી સંગમની લોકેશન જોઇ ત્યાં તાદી સંગમની સામે હટ્સમાં બપોરનું ભોજન લીધું હતું.

Actor sunny deol
અભિનેતા સની દેઓલ ફિલ્મના શૂટિંગનું સ્થળ જોવા માટે લાહૌલ સ્પીતી પહોંચ્યા હતા
author img

By

Published : Oct 9, 2020, 10:47 AM IST

કુલ્લુ : અનલોક શરૂ થતાં જ બોલીવૂડ સિતારાઓ ફિલ્મોની શૂટિંગ માટે હિમાચલ પ્રદેશ પહોંચી રહ્યા છે. અટલ ટનલ રોહતાંગના દ્વાર ખુલતાં બોલીવૂડ કલાકારો પણ પર્યટન નગરી કુલ્લુ અને લોહૌલ સ્પીતિ પહોંચી રહ્યા છે. ત્યારે બોલીવૂડ સ્ટાર સની દેઓલ પણ પોતાની આગામી ફિલ્મની શૂટિગ માટે લાહૌલ પહોંચી ગયો છે. સની દેઓલ લાહૌલના ઉદેયપુરના જિસ્પાની સાથે તાદી સંગમની લોકેશન પણ જોયું હતું.

આપને જણાવી દઇએ કે, પર્યટકો બાદ હવે બોલીવૂડ કલાકારો લોહૌલ પહોંચતા લોહૌલ વાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે. અભિનેતા સની દેઓલ ફિલ્મનું લોકેશન જોઇ લાહૌલનો નજારો જોવાનો પણ લાભ ઉઠાવ્યો હતો. તેમણે સૌથી વધુ ઉંચાઇ પર બનેલી સૌથી લાંબી 9.2 કિ.મી અટલ ટનલ રોહતાંગની સફરનો પણ આનંદ લીધો હતો. સની દેઓલે તાદી સંગમની સામે તાંદી સરાય હટ્સમાં બપોરનું ભોજન લીધું હતું. તેમણે ભોજનમાં રાજમાનો સ્વાદ લીધો અને તેના ખૂબ વખાણ કર્યા હતા.

સની દેઓલ ત્યાં 2-3 કલાક રોકાયો હતો. તેમજ હટના માલિક પાસેથી ઘાટીની જાણકારી મેળવી હતી. બોલીવૂડ અભિનેતા સની દેઓલના આવવાથી ત્યાંના લોકો ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જિસ્પા ફરીને સની દેઓલ મનાલી પરત ફર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મનાલીમાં ફિલ્મ હંગામા-2 નું શૂટિંગ આ દિવસોમાં ચાલી રહ્યું છે. ફિલ્મની શૂટિંગ માટે શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ સહિત કેટલાંય સ્ટાર મનાલી પહોંચ્યા છે. મનાલીમાં આ ફિલ્મના કેટલાંય સીન શૂટ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.