આ અંગે હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે, ‘ગહના પ્રારંભિક સારવારમાં કોઈ રિસપોન્સ આપી રહી નથી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. કે જેથી તેને પુરતો ઓક્સિજન મળી શકે. તેની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. તેમને તપાસ હેઠળ રાખી છે. ગહના યોગ્ય પોષણ લીધા વિના લગભગ 48 કલાક શૂટિંગ કરી રહી હતી. અમે સતત તેમની તપાસ કરી રહ્યા છીએ.
ગુરુવારે બપોરે મડ આઈલેન્ડમાં એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન અચાનક તે બેહોશ થઈ ગઈ હતી અને તરત તેને હોસ્પિટલમાં ખસેડાઈ. તે વેબ સીરિઝ ગંદી બાતમાં જોવા મળી હતી. તે ઉલ્લુ એપ પર આવી રહેલા એક શોમાં પણ જોવા મળી હતી. તે સ્ટાર પ્લસના શો બહનમાં મુખ્ય ભૂમિકામાં હતી. 2012માં તેણે મિસ એશિયા બિકીની સ્પર્ધાનું ટાઈટલ પણ જીત્યું હતું. તેણે છેલ્લા 5 વર્ષમાં 30થી વધુ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.