અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ - અક્ષય કુમાર કોરોના સંક્રમિત
બૉલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત થયા છે. તેમણે આજે રવિવારે સવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
- અક્ષય કુમાર તેમના ઘરે ક્વોરન્ટાઇન થયા
- બધા પ્રોટોકોલ્સને અનુસરીને મારી જાતે આઈસોલેટ થયો: અક્ષય કુમાર
- એક પછી એક ઘણા અભિનેતાઓ વાયરસનો ભોગ બન્યા છે
મુંબઇ: બોલિવૂડમાં અનેક અભિનેતાઓ કોરોનો સંક્રમિત થયા છે. ત્યારે, બૉલિવૂડનાં ખેલાડી અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓ તેમના ઘરે ક્વોરન્ટાઇન થયા છે અને ડૉક્ટરોના સંપર્કમાં છે.
આ પણ વાંચો: કોરોના થયા પછીનો સમય અત્યંત કપરો હતો: કનિકા કપૂર
ટૂંક સમયમાં ઍક્શનમાં આવીશ
અક્ષય કુમારે વધુમાં લખ્યું કે, 'હું તમને બધાને જણાવવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં બધા પ્રોટોકોલ્સને અનુસરીને મારી જાતે આઈસોલેટ થયો છું. હું માંરા ઘરે જ ક્વોરન્ટાઇન છું અને જરૂરી સ્વાસ્થ્યની સંભાળ રાખું છું. હું વિનંતી કરું છું કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા તેમના ટેસ્ટ કરાવે અને પોતાની સંભાળ લે. હું ટૂંક સમયમાં ઍક્શનમાં પાછો આવીશ'.
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ
ઘણા અભિનેતાઓ વાયરસનો ભોગ બન્યા
આપને જણાવી દઈએ કે, ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં, કોરોના વાયરસનો કહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. એક પછી એક ઘણા અભિનેતાઓ વાયરસનો ભોગ બન્યા છે. સિરિયલ અનુપમની અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને મુખ્ય અભિનેતા સુધાંશુ પાંડે પણ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય કાર્તિક આર્યન, આમિર ખાન, પરેશ રાવલ સહિતના લોકો પણ મહામારી સામે લડી રહ્યા છે.