બિહાર: સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસ કરાવવા માટેની અરજી બિહાર સરકારે કેન્દ્રને મોકલી હતી. જે હવે કેન્દ્ર સરકારે મંજૂર કરી લીધી છે. સુશાંતસિંહ રાજપૂત કેસ બિહાર સરકારે CBIને ટ્રાન્સફર કર્યો છે. હવે કેન્દ્રએ બિહાર સરકારની આ અરજીને મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટેમાં કેન્દ્ર સરકારે વકીલને જણાવ્યું કે, તેમણે સુશાંત કેસની તપાસ CBIને ટ્રાન્સફર કર્યો છે. હવે સુશાંત કેસની તપાસ CBI કરશે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કેસની તપાસ CBIને કરાવવાની માંગ ઉઠી હતી. કેન્દ્ર સરકારે વકીલ SG તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ કેસની તપાસ CBIને આપવાની બિહાર સરકારની અરજી સ્વીકારવામાં આવી છે.
રિયાના વકીલ શ્યામ દીવાને કહ્યું કે, કોર્ટે રિયાની અરજી પર ધ્યાન આપવું જોઈએ. શ્યામ દિવાન (રિયાના વકીલ)એ તમામ કેસો પર સ્ટેની માંગ કરી હતી. શ્યામ દિવાને કહ્યું કે, એફઆઈઆર જ્યૂરીડિક્શન પ્રમાણે નથી. આવા કેસમાં કોર્ટે આખો કેસ બંધ કરવો જોઇએ.
બિહાર પોલીસ મુંબઈ પહોંચી અને પુછપરછ કરી હતી. જ્યારે તેમનો કોઈ અધિકાર નથી. મુંબઈ પોલીસે પહેલાથી જ સંપૂર્ણ કાર્યવાહી કરી રહી છે. રિયાના વકીલ શ્યામ દિવાને કહ્યું કે, બિહારમાં દાખલ ફરિયાદને મુંબઈ ટ્રાન્સફર કરવી જોઈએ, શ્યામ દિવાને દલીલ કરતા કહ્યું કે, સુશાંતના મોત મામલે મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 59 લોકોનું નિવેદન લઈ ચૂકી છે.