ETV Bharat / sitara

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પોસ્ટ શેર કરી આપી માહિતી - અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેમને અને તેમના પિતાને કોરોનાના હલકા લક્ષણ જોવા મળ્યા છે. સાથે તેમના ફેન્સને શાંત રહેવા અપીલ કરી હતી.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ, પોસ્ટ શેર કરી આપી માહિતી

author img

By

Published : Jul 12, 2020, 10:00 PM IST

મુંબઈ: અભિનેતા અભિષેક બચ્ચને રવિવારના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને અને તેમના પિતા અમિતાભ બચ્ચનને કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. અભિષેકે જણાવ્યું, "હું અને મારા પિતા મારા બંનેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે અમારા બન્નેમાં હલકા લક્ષણ જોવા મળ્યા છે. અમે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ અને હાલમાં અમારા પરિવાર અને સ્ટાફની તપાસ થઇ રહી છે.

શનિવારના રોજ અમિતાભ બચ્ચને ટ્વીટ કરી પોતે કોરોનાથી સંક્રમિત છે તેવી માહિતી આપી હતી. અભિષેક બચ્ચને જણાવ્યું "મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે". છેલ્લા 10 દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે કૃપા કરી પોતાની તપાસ કરાવે.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હાલ સ્થિર જણાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.