મુંબઇ: બોલિવૂડ અભિનેતા રાહુલ રોય જેને ફિલ્મ 'આશિકી' દ્વારા દરેકના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે, તે ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ટૂંક સમયમાં તેની એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે 'ધ વૉક' છે. જે લોકડાઉન દરમિયાન કામદારોના વોકઆઉટ પર બનાવવામાં આવી છે.
રાહુલ આ ફિલ્મમાં મુંબઇથી યુ.પી.ચાલતા જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક નીતિન ગુપ્તા છે. રાહુલ રોય દ્વારા ફિલ્મનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે.
- View this post on Instagram
American stroke networks ..Dir Nitin Gupta ..thank you ❤️❤️🙏🏻🙏🏻 a story that needs to be told
">
રાહુલની બોલિવૂડની સફર વિશે વાત કરીએ તો, તે મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીથી રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ ફિલ્મ 6 મહિના સુધી સિનેમાઘરોમાં ચાલી હતી. જેના કારણે રાહુલ એક જાણીતું નામ બની ગયું છે.
રાહુલ વર્ષ 2006 માં ટીવી પર રિયાલિટી શો 'બિગ બોસ'નો ભાગ પણ બન્યો હતો. તે આનો વિજેતા પણ હતો.
આ સાથે રાહુલ ફિલ્મ 'આગ્રા'માં કામ કરી રહ્યો છે. કનુ બહલ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. કનુ બહલે અગાઉ ફિલ્મ ટાઇટલીનું નિર્દેશન કર્યું છે. શશાંક સન્ની અરોરાએ આ કારકિર્દીની શરૂઆત આ ફિલ્મથી કરી હતી.
આ સિવાય રણવીર શોરીએ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને વિવેચકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
એક્ટર મુંબઇમાં રહે છે. તેની પાસે એક પ્રોડક્શન હાઉસ પણ છે. આગ્રા એક પરિવારની વાર્તા હશે. જેમાં પ્રિયંકા બોઝ, મોહિત અગ્રવાલ, રુહાની શર્મા, વિભા છિબર, સોનલ ઝા અને આંચલ ગોસ્વામી જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવશે.