મુંબઈ: સુપરસ્ટાર આમિર ખાનના લાંબા સમયથી સહાયક આમોસને મંગળવારે હાર્ટ એટેક આવતા અવસાન પામ્યા હતા. તેઓ 60 વર્ષના હતા. આમોસ છેલ્લા 25 વર્ષથી આમિર સાથે કામ કરી રહ્યા હતા. તેમને હોલી ફેમિલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
આમિરના નજીકના મિત્ર અને લગાનના સહ-અભિનેતા કરીમ હાજીએ જણાવ્યું હતું કે, સવારે આમોસની તબિયત આચાનક ખરાબ થઈ હતી. જે કારણે તેમને અભિનેતા અને તેની દિગ્દર્શક પત્ની કિરણ રાવ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.
![Amos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/w_1305newsroom_1589346917_852.jpg)
કરીમ તેમના વિશે વાત કરતા કહ્યું કે, આમોસે સુપરસ્ટાર સાથે કામ કર્યું હતું, પરંતુ તેમના માટે આ કામ પ્રિય અને સરળ હતું. તેઓ ફક્ત આમિર જ નહીં પરંતુ દરેકને માટે આવા જ હતા. એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમને અદભૂત હૃદય ધરાવતો હતો, ખૂબ તેજસ્વી અને કર્મનિષ્ટ હતા.
કરીમ હાજીએ જણાવ્યું કે, તેમને કોઈ મોટી બીમારી નહોતી, તેમનું મૃત્યુ આઘાતજનક છે. આમિર અને કિરણ બંને નિરાશ થઈ ગયા છે. આમિરે અમને સંદેશ આપ્યો હતો. જેમાં આમિરે કહ્યું હતું કે, આ ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. અમે હતપ્રત થઈ ગયા છિએ. આપણે તેમને હંમેશા મીસ કરીશું.