મુંબઈઃ કોરોના વાઈરસને કારણે લોકડાઉનમાં લોકો રમત રમી અને ફિલ્મ જોવામાં સમય પસાર કરી રહ્યાં છે. એવામાં આમિર ખાનની ફિલ્મ '3 ઈડિયટ્સ' ચર્ચામાં આવી છે.
આમિર ખાનની આ ફિલ્મને દેશમાં જ નહી વિદેશમાં પણ એટલો પ્રેમ મળ્યો છે. અમેરિકામાં લોકડાઉન દરમિયાન આમિરની ફિલ્મ 3 ઈ઼ડિયટ્સને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ચીન બાદ હવે અમેરિકામાં આ ફિલ્મની ભારે ચર્ચા થઈ રહી છે. અમેરિકમાં લોકડાઉન દરમિયાન આ ફિલ્મ સૌથી વધુ જોવામાં આવી છે.
અમેરિકામાં ફિલ્મની ચર્ચાથી ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાની ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે મને જાણી આનંદ થયો કે દશક પહેલા બનાવાયેલી ફિલમને આજે પણ એટલો જ પ્રેમ મળી રહ્યો છે, દર્શકો ફિલ્મને પંસદ કરી તેનો દિલથી સ્વીકાર કરી રહ્યાં છે.
મહત્વનું છે કે આ ફિલ્મનો 'ઓલ ઈઝ વેલ' ડાયલૉગ ખુબ જ હિટ થયો હતો. આ ફિલ્મમાં આમિર ખાન, કરીના કપુર, શરમન જોશી, માધવન અને બમન ઈરાની જેવા કલાકારો છે. ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી.