- કરણ જોહરની ફિલ્મ 'કભી ખુશી કભ' ગમને 20 વર્ષ પૂર્ણ
- 20 વર્ષ પૂર્ણ થવા પર આલિયા ભટ્ટે ફિલ્મનો ફેમસ ડાયલોગ રીક્રિએટ કર્યો
- ફેમસ ડાયલોગને રીક્રિએટ કરી વીડિયો કર્યો શેર
હૈદરાબાદઃ અભિનેત્રી કરીના કપૂરને આજે કોઈ વિશેષ ઓળખની જરૂર નથી. તેના દરેક પાત્રને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. પછી તે K3Gનું 'પૂ' હોય કે જબ વી મેટનું 'ગીત' હોય. ચાહકોએ અત્યાર સુધી કરીના કપૂરના બધા પાત્રોને અને તેની ચુલબુલી સ્ટાઇલ પર પ્રેમ વરસાવ્યો છે. ફિલ્મ 'કભી ખુશી કભી ગમમાં (Film Kabhi Khusi Kabhi Gum) ભજવનાર 'પૂ'નુ પાત્ર લોકોમાં ઘણું પ્રખ્યાત થયું હતું. આવી સ્થિતિમાં હાલ અભિનેત્રી આલિયા ભટ્ટ દ્વારા ફિલ્મનો એક ફેમસ ડાયલોગ રીક્રિએટ (Famous Dilouge Recreate Alia Bhatt) કરવામાં આવ્યો છે. જેનો એક વીડિયો કરીના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Karina Kapoor Instagram account) પર શેર કરવામાં આવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
POO થી શ્રેષ્ઠ કોઈ નથી: કરીના કપૂર ખાન
શેર કરેલ વીડિયોમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ બિલકુલ કરીનાની જેમ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. તે કરીનાના ડાયલોગ પર પણ જબરદસ્ત એક્સપ્રેશન આપી રહી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Actor Ranveer Sing) અને સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળી રહ્યો છે. લોકો આ ફની વીડિયોને (Funny Video) ખુબ પસંદ કરી રહ્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા કરીના કપૂર ખાને લખ્યું છે કે, “POO થી શ્રેષ્ઠ કોઈ નથી. અમારા સમયનો એક માત્ર શ્રેષ્ઠ અભિનેતા. માય ડાર્લિંગ આલિયા".
કરીનાના ફેન્સે વખાણ કર્યા 'પૂ'નુ પાત્ર બેબોથી સારું કોઈ ના નિભાવી શકે
કરીનાએ આગળ લખ્યું, 'મારો ફેવરિટ સીન અને મારા ફેવરિટ લોકો. K3Gની સમગ્ર ટીમને 20 વર્ષ પૂર્ણ થયા બદલ અભિનંદન. કરીનાના ચાહકોની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, કે આ પાત્ર 'બેબોથી સારું કોઈ ના નિભાવી શકે નહીં'.
આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, 'મારો ફેવરિટ સીન અને મારા ફેવરિટ લોકો
આ વિડીયો શેર કરતા આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, 'મારો ફેવરિટ સીન અને મારા ફેવરિટ લોકો. K3Gની સમગ્ર ટીમને 20 વર્ષ પૂર્ણ થયા બદલ અભિનંદન. આ સિવાય નોટમાં 'લવ યુ બેબો, માય ઇટરનલ ફેવરિટ' લખેલું હતું. ચાહકોની સાથે સેલેબ્સ પણ આલિયાના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે, જ્યાં રણવીર સિંહનું હાસ્ય પણ રોકાઈ રહ્યું નથી ત્યાં નેહા ધૂપિયા પણ ખીલખીલાટ કરતાં જોવા મળી રહી છે. જ્યારે સોફી ચૌધરીએ આ વાતને એપિક ગણાવ્યું છે, ત્યારે બિપાશા બાસુએ પણ હસતું ઇમોજી શેર કર્યું છે. આલિયાની માતા સોની રાઝદાને 'OMG, funny and cute' લખ્યું છે.
'પૂ.. અમારા જમાનાની શ્રેષ્ઠ અભિનેતા
આલિયા ભટ્ટના આ ફની વિડીયોને કરીના તેના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને રીપોસ્ટ કરતાં કરીના કપૂર ખાને લખ્યું, 'પૂ.. અમારા જમાનાની શ્રેષ્ઠ અભિનેતા..માય ડાર્લિંગ આલિયા".
આ પણ વાંચો: અભિનેત્રી આલિયા ભટ્ટના બાળપણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ પણ વાંચો: Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...