ETV Bharat / sitara

વેનિસ ફેશન શોમાં મોસમે પણ કર્યું 'પાર્ટિસિપેટ', કરાના વરસાદ વચ્ચે જૂઓ રેમ્પવૉક - ડોલ્સ એન્ડ ગબાના ફેશન મોડલ્સ રેમ્પ વોક

જાણીતા ઇટાલિયન ફેશન હાઉસના ફેશન શો દરમિયાન કુદરતે 'નિર્ધારિત ભાગ' લીધો હતો. જોકે આશ્ચર્યની વાત એ છે કે રેમ્પ વોક દરમિયાન વાતાવરણનો મિજાજ બગડ્યો પણ મોડલ્સે સ્ટેજ છોડ્યું ન હતું. તમામ મોડલ્સે ભારે વરસાદ અને મોટા મોટા કરાના વરસાદ વચ્ચે રેમ્પ વોક કરવાનું ચાલુ રાખ્યું હતું.

વેનિશ ફેશન શોમાં મોસમે પણ કર્યું 'પાર્ટિસિપેટ', કરાના વરસાદ વચ્ચે જૂઓ રેમ્પવૉક

author img

By

Published : Sep 4, 2021, 8:48 PM IST

  • ભાગ્યે જ જોવા મળતો નજારો સર્જાયો
  • ભારે વરસાદ અને કરાના માર વચ્ચે ફેશન મોડલ્સનું રેમ્પ વોક
  • ફેશન હાઉસને જાણ હોવા થતાં કર્યો કાર્યક્રમ, યુઝર્સે ટીકા પણ કરી

ન્યૂઝ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર જાતભાતના વિડીયો જેવા મળતાં હોય છે. જેના પર દર્શકો મન ભરીને કોમેન્ટ કર્યાં વિના રહી શકતાં નથી. આવો એક વિડીયો વાયરલ થયો છે જેને લોકો ખૂબ જ લાઈક્સ આપી રહ્યાં છે. અલબત્ત તે વિડીયો આશ્ચર્યમાં મૂકનારો તો છે જ.

મોસમની વિપરિતતા છતાં મોડેલ્સે રેમ્પ વોક ચાલુ રાખ્યું
વાત એમ છે કે ઇટાલી ફેશન હાઉસ ડોલ્સ એન્ડ ગબાના દ્વારા તાજેતરમાં મોડલ્સ સાથે એક રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમ્પ વોકના સમય દરમિયાન જ કુદરતે તેની એવી કરામત દર્શાવી કે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો અને ભારે વરસાદ અને કરાના મોટા મોટા ટુકડા પડવા શરુ થઈ ગયાં. ઘડીભરમાં તો રેમ્પ પર વોચ કરી રહેલા મોડલ્સ બધું જોઇ રહ્યાં અને શો મસ્ટ ગો ઓનના ન્યાયે મોસમનો મિજાજ બગડયો હોવા છતાં પોતાની અદાછટાઓ ન છોડી કે ન તો સ્ટેજ છોડ્યું. તમામ મોડલ્સે પોતે પહેરેલા અવનવા ડ્રેસ અપ સાથે રેમ્પ વોક કરવાનું ચાલુ રાખ્યું હતું.

કેટલાકે ફેશન હાઉસની ટીકા પણ કરીડોલ્સ એન્ડ ગબાનાના આ વીડિયોમાં મોડલ્સની તો બધાં જ પ્રશંસા કરી રહ્યાં છે પણ ઓર્ગેનાઈઝર પર ફટકાર વરસાવીને તેમને મોડલ્સના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન ગણાવી રહ્યાં છે. ડોલ્સ એન્ડ ગબાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે અને તે ખૂબ ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. જણાવાઈ રહ્યું છે કે આયોજકોને પહેલાંથી જ હવામાન ખરાબ થવા વિશે ચેતવણી આપી દેવામાં આવી હતી. એટલે રેમ્પવોક પણ એક કલાક મોડા શરુ કરવામાં આવ્યું હતું. જોકે તો પણ ફેશન શોની મધ્યમાં જ ભારે વરસાદ આવી જ ગયો હતો.યુઝર્સે પણ કોમેન્ટનો વરસાદ વરસાવ્યોડોલ્સ એન્ડ ગબાનાના વીડિયોને ચાર લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે અને આંકડો સતત વધી રહ્યો છે. એક યુઝરે તેના પર કોમેન્ટ કરી છે કે ઓલ હેલ ડોલ્સ એન્ડ ગબાના, પરંતુ આકાશ એ સમયે આનંદિત હતું. તો અન્ય એકે લખ્યું છે કે સૌનું કામ કમાલનું છે. મને આશા છે કે વરસાદે કલેક્શનને બરબાદ નહીં કર્યું હોય. તો વધુ એક યુઝરે લખ્યું છે કે બધાં વિચારી રહ્યાં હતાં કે વરસાદ બધું પૂરું કરી નાંખશે પણ દિવસ શાનદાર રહ્યો.

આ પણ વાંચોઃ RIP Sidharth Shukla: શહેનાઝ ગિલની હાલત જોઇને અલી ગોની થયો દુ:ખી, કર્યું ઇમોશનલ ટ્વીટ

આ પણ વાંચોઃ ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો વીડિયો વાઈરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.