હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર તેની પાસે ટીકટોક વીડિયો બનાવવા માટે પાછળ પડયો છે. કોરોના વાઇરસના રોગચાળાને લીધે લોકડાઉનમાં પણ વોર્નર ટીક્ટોક વીડિયો બનાવીને શેર કરે છે.
સ્ટાર અનુભવી સ્પનિર રવિચંદ્રન અશ્વિન સાથેની લાઇવ ચેટ દરમિયાન કોહલીએ મજાકમાં કહ્યું કે, વોર્નર ટિકટોક વીડિયો બનાવવા માટે મારી પાછળ પડ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું કે, મેં તેમને હજી સુધી કઈ જવાબ આપ્યો નથી, પરંતુ હું ચોક્કસ જવાબ આપીશ.
કોહલીએ વધુમાં કહ્યું કે, વોર્નર આ દિવસોમાં ટિકટોક વીડિયો બનાવવામાં વ્યસ્ત છે. આ પછી તે બંને જોરથી હસવા લાગ્યા. તેના જવાબમાં અશ્વિને કહ્યું,"આ ખૂબ રમુજી છેે.