વોશિગ્ટનઃ ફિલ્મ 'ટ્વાઇલાઇટ' માં તેની ભૂમિકા માટે જાણીતા અમેરિકન અભિનેતા ગ્રેગોરી ટાયરી બોયસનું નિધન થયું છે. અભિનેતાએ 30 વર્ષે અંતિમ શ્લાસ લીધાં હતાં.
લાસ વેગાસ મેડિકલ ઓફિસરે સોમવારે હતું કે બોયસ અને તેની ગર્લફ્રેન્ડ નાતલી એદેપોઝુ બંનેનું 13 મે ના રોજ નિધ થયું હતુ. જોતે માત પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર આ બંને કપલ અભિનેતા તેના કઝિનના ઘરે હતાં. ત્યાં તેમણે વાતચીત દરમિયાન કહ્યુંં કે પ્લાન પ્રમાણે તેઓ લૉલ એન્જલિસ માટે નિકળ્યા નથી.
બોયસ લાસ વેગસમાં પોતાની માતને મદદ કરવા માટે રહેતાં હતાં. પરંતુ એક્ટિંગ જોબ અને પોતાની પુત્રીને જોવા માટે બોયસ એલએ જવાના હતાં. અભિનેતાને 10 વર્ષની પુત્રી છે.