મુંબઈ: સુશાંતના મોત પર કંગનાઓ એક વીડિયો શેર કરતા કહ્યુ કે, તે સ્યુસાઇડ ન કરી શકે, તેમણે એમ પણ કહ્યું કે, સુશાંત એક રૈંક હોલ્ડર છે. તે આવુ પગલુ ક્યારેય ન ભરી શકે.
સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને કંગના રનૌતે બોલીવુડમાં કેટલાય મોટા ડાયરેક્ટર- પ્રોડયુસર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, બોલિવુડમાં ચાલતા નેપોટિઝમના કારણે સુશાંતે સ્યુસાઇડ કર્યુ છે. હાલ કંગના તેમના આરોપને લઇને ફરી ચર્ચામાં આવી ગઇ છે. આ વખતે તેમણે દાવો કર્યો કે, આ વખતે તે તેમનો આરોપ સાબિત નહીં કરી શકે તો, સરકાર દ્વારા આપવામાં આવેલો પદ્મશ્રી એવોર્ડને તે પરત કરશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કંગનાએ જણાવ્યું કે, મુંબઇ પોલીસે મને બોલાવી હતી અને મેં પણ પોલીસને પુછયું હતું કે, હું હાલ મનાલીમાં છું અને શું તમે કોઇને અહિયાં મોકલી શકો મારૂ નિવેદન લેવા માટે. મને પોલીસ તરફથી કોઇ પણ જાતનો જવાબ મળ્યો નથી.