લૉસ એન્જેલસઃ સ્ટેફની બીટ્રિજને અભિનેત્રી ચેલ્સિયા પેરેટી સાથે કામ કરવાનું પસંદ છે. ચેલ્સિયા સાથે શૂટિંગના પળોને યાદ કરતાં કહ્યું કે, તે સેટ પર ઘણી મસ્તી કરતી હતી.
બીટ્રિજ કહે છે, "મારા માટે સૌથી ખુશીની ક્ષણ તે હતી જ્યારે ચેલ્સિયા પેરેટીના પાત્ર ગિના લિનેટીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીન પર નહીં પણ આખી કાસ્ટની સામે કરવામાં આવ્યું હતું, કારણ કે તેનો દેખાવ ચેલ્સિયા પેરેટી સાથે મળતો નહોતો,"
ચેલ્સિયા પેરેટ્ટી સાથે શૂટિંગના અંતિમ પળોને યાદ કરતાં બીટ્રિજે કહ્યું હતું કે, 'તે એક સૌથી મુશ્કેલ અઠવાડિયું થયું હતું, કારણ કે ચેલ્સિયા શોમાંથી બહાર જવાની હતી,"