વૉશિંગ્ટનઃ સિટકૉમની સીરીઝ 'ફ્રેન્ડ્સ'ની સ્ટારકાસ્ટે મંગળવારે પોતાના ફેન્સ માટે એક શાનદાર ઑફર રજૂ કરી જેમાં તે ફેન્સને HBO મિક્સ માટે બનાવવામાં આવી રહેલા 'રિયૂનિયન સ્પેશિયલ' એપિસોડની શૂટિંગ જોવા અને પુરી કાસ્ટ સાથે મળવાનો અવસર મળી શકે છે. તેનું શૂટિંગ વર્ષના અંતમાં થશે.
શોની સ્ટારકાસ્ટમાં સામેલ જેનિફર એનિસ્ટન, કૉર્ટની કૉક્સ, લીસા કુડ્રો, મેથ્યુ પેરી, ડેવિડ શ્વિમર અને મેટ લીબ્લેકે પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ઓફર ફેન્સ માટે પોસ્ટ કરી હતી.
આ ઓફર ઑલ ઇન ચેલેન્જ હેઠળ આપવામાં આવી છે, જેને ઑસ્કાર વિજેતા અભિનેતા લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ શરુ કરી હતી.
ઑલ ઇન ચેલેન્જ અમેરિકા ફૂડ ફંડ, નો કિડ હંગરી અને મીલ્સ ઑન વ્હીલ્સ જેવી સંસ્થાઓ માટે ફુડ રિલીફને સંબંધિત ડોનેશન એકઠું કરવા માટેનો પ્રયત્ન છે. આ લૉકડાઉનમાં જરુરીયાતમંદોને ખાવાનું પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે.
જે લોકો શોની કાસ્ટને મળવા ઇચ્છે છે તે કૉમ્પિટિશનમાં ડોનેશન કરીને એન્ટ્રી લઇ શકે છે. તમામ પ્રતિસ્પર્ધીઓમાંથી એક લકી વિનર તરીકે પસંદ કરવામાં આવશે જે પોતાના 5 મિત્રો સાથે સ્પેશિયલ રીયૂનિયન એપિસોડની શૂટિંગ દરમિયાન 'ફ્રેન્ડ્સની' કાસ્ટને મળી શકશે.
મુલાકાત ઉપરાંત વિજેતાઓ વૉર્નર બ્રોસ સ્ટુડિયોની ટૂર અને કાસ્ટની સાથે સેન્ટ્રલ પર્કમાં કોફી ડેટ પર પણ જવાનો અવસર મળશે.