અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોન્સ બ્રધર્સ આ ગીત ગાતા નજરે પડી રહ્યા છે.
પ્રિયંકાએ વીડિયો શેર કરતાં લખ્યું હતું- 'જોનસ બ્રધર્સ, મને તમારા પર ગર્વ છે. હું તમને પ્રેમ કરું છું, નિક જોનસ.
જોનસ ભાઈઓ નિક, જો અને કેલ્વિન 2013 માં જુદા થઇ ગયા હતા. ત્યારબાદ 2019માં ત્રણેય એક સાથે સકર' ગીત માટે એકત્ર થયા હતા. આ ગીત 1 માર્ચ 2019ના રોજ રજૂ થયું હતું. જે ખૂબ પ્રખ્યાત થયું હતું. જોનસ બ્રધર્સ સાથે પ્રિયંકા ચોપરા, સોફી ટર્નર અને ડેનીલા જોનસ પણ આ ગીતમાં જોવા મળ્યા હતા.