મેગાસ્ટાર અમીતાભ બચ્ચને બધા જ બોલિવુડ સ્ટારનો આભાર માનતા તેને ટ્વિટર પર પોસ્ટ મુકી હતી. જેમાં તેેને પોતાના સ્કેચ વાળો ફોટો અપલોડ કરી અને સાથે લખ્યું કે, હું કૃતજ્ઞ છુ, પરિપૂર્ણ છુ, બઘાનો આભાર અને ઘન્યવાદ વ્યકત કરુ છું.
યૂનિયન ઈન્ફોર્મશન અને બ્રૉડકાસ્ટિંગ પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર બીગ બી ને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડની જાહેરાત કરી હતી. સદીના મહાનાયક અમીતાભ બચ્ચનને અભીષેક બચ્ચન, રજનીકાંત, લતા મંગેશકર, આશા ભોંસલે, અનીલ કપુર, કરણ ઝોહર, રીતેશ દેશમુખ, વીવેક ઓબેરોય, અર્જુન કપુર, આયુષ્યમાન ખુરાના, હુમા કુરેશી એ શુભેચ્છા પાઠવી હતી.