વૉશિગ્ટંન : અમેરિકાનો લોકપ્રિય ગેમ શો જિયોપાર્ડીના ફેમસ હોસ્ટ ટ્રેબેકનું 80 વર્ષની વયે નિધન થયું છે. આપને જણાવી દઈએ કે ટ્રેબેક છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જિયોપાર્ડી ગેમશોએ આ વાતની પુષ્ટી કરી હતી.
જિયોપાર્ડી નામના ટ્વિટર હૈંડલે પોસ્ટ કરી કહ્યું કે, દુ:ખ વાત છે કે, એલેક્સ ટ્રેબેકનું તેમના ધર પર નિધન થયું છે.હાલમાં વર્ષ 2019થી એલેક્સ કેન્સરની બીમારીથી પીડાતો હતો.ટ્રેબકે કેન્સરની સારવાર માટે ગેમ શો બંધ કર્યો હતો. આ સાથે ગત્ત વર્ષ ગેમ શોની 36મી સીઝન હોસ્ટ કરવા પરત ફર્યો હતો.