અમેરિકા: કાન્યે કહ્યું કે કિમ અને તેઓ તેમની પહેલી પુત્રી નોર્થને એબોર્ટ કરવા વિશે વિચારી રહ્યા હતા. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કિમ તેને છૂટાછેડા આપવા માગે છે. ટ્વિટર પર કાન્યે કિમ અને તેના પરિવાર વિશે ઘણી વિવાદાસ્પદ વાતો લખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધાને કારણે કિમ ઘણી મુશ્કેલીમાં છે.
કાન્યેનું ટ્વિટ અને પ્રથમ ભાષણ સામે આવ્યા પછી કિમ કાર્દાશિયાને તેની માનસિક સ્વાસ્થ્યતા વિશે વાત કરવાનું નક્કી કર્યું. કિમે સોશિયલ મીડિયાની મદદથી કહ્યું કે કાન્યે બાય પોલર ડિસઓર્ડરથી ગ્રસ્ત છે. તેણે લખ્યું- તમારામાંથી ઘણાને ખબર હશે કે કાન્યેને બાયપોલર ડિસઓર્ડર છે. જેને આ રોગ છે અથવા જેના નજીકના વ્યકિતને છે તે જાણે છે કે તેના માટે તે કેટલું મુશ્કેલ છે. મેં તે અંગે જાહેરમાં ક્યારેય વાત કરી નથી પરંતુ આજે હું તેના વિશે વાત કરવા માગુ છું.
આપને જણાવી દઇએ કે કિમ કાર્દશિયા તેના પરિવારના મામલાને ખાનગી રાખવામાં માને છે, પરંતુ તેને તેના પતિ કાન્યે વેસ્ટને ટેકો આપવા માટે આ વિશે વાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાન્યે ભલે છૂટાછેડા વિશે વાત કરી હશે, પરંતુ કિમ આ મુશ્કેલ સમયમાં તેને છોડવા તૈયાર નથી. તે તેના પતિને મદદ કરવા માગે છે.