લોસ એન્જલસ: ફિલ્મ નિર્માતા જેમ્સ ગનનું કહેવું છે કે, વિશ્વભરમાં કોવિડ-19ને કારણે થયેલા લોકડાઉનને લઇને તેમની ફિલ્મો 'ગાર્ડિયન્સફ ગેલેક્સી 3' અને 'ધ સુસાઇડ સ્કવોડ' ના રીલીઝમાં વિલંબ થશે નહીં.
હૉલીવુડ મીડિયાના અહેવાલ મુજબ, ટ્વિટર પર ફેન્સના સવાલના જવાબ આપતા ગનએ ફિલ્મોની સ્થિતિને લઇને ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, વાર્નર બ્રધર્સ અને ડીસી કૉમિક્સ માટે નવી 'સુસાઇડ સ્ક્વોડ' ફિલ્મ પ્લાન મુજબ 6 ઑગસ્ટ 2021ના રોજ રીલીઝ કરવામાં આવશે.
તેમણે કહ્યું, 'હાલ ગાર્ડિયન્સ ઑફ ગેલેક્સી 3 માટે પણ અને એ જ કરી રહ્યા છીએ જે અમે કોરોના વાયરસ પહેલા કરી રહ્યા હતા.