મુંબઈ: સિંગર દર્શન રાવલનુ મોનસૂન સોન્ગ હાલમાં યુટ્યૂબ પર ખુબ ધમાલ મચાવી રહ્યું છે. આ ગીતનુ નામ છે 'એક તરફા' અને સિંગર દર્શન રાવલ મૂળ ગુજરાતી સિંગર છે. ખાસ વાત એ છે કે દર્શન રાવલના "એક તરફા" ગીતે યુટ્યૂબ પર એક કરોડથી વધુ વ્યૂઝ મેળવી લીધા છે.
દર્શન રાવલના "એક તરફા" ગીતને 15 જુલાઇએ ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ, એક જ દિવસમાં એક કરોડથી વધુ વ્યૂઝ પણ મેળવી ચૂક્યુ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ રોમેન્ટિક સોંગ દર્શને ગાવા સાથે ખુદ કમ્પોઝ પણ કર્યુ છે, અને યંગવીરે આના શબ્દો લખ્યા છે. દર્શન રાવલે કહ્યું કે, મને આનંદ છે કે "એક તરફા" ને આ રીતે હકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે. મોનસૂનની સિઝન દરમિયાન કોઇ એક સોન્ગને રિલીઝ કરવુ કોઇ એક પરંપરા જેવુ બની ગયુ છે, અને અત્યાર સુધી આનુ રિઝલ્ટ ખુબ સારુ આવ્યુ છે.