ETV Bharat / sitara

હોલિવૂડ પર કોરોના વાયરસનું ગ્રહણ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ થઈ શકે છે રદ - હોલિવૂડ પર કોરોના વાયરસનું ગ્રહણ

કોરોના વાયરસના કારણે આખું વિશ્વ અત્યારે ભયના ઓથાર નીચે છે. WHOએ પણ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ત્યારે હોલિવૂડ પણ કોરોનાના આ કહેરથી બચી નથી શક્યું. કોરોનાના કારણે હોલિવૂડને પણ મોટા પ્રમાણમાં આર્થિક નુક્શાન થઇ રહ્યું છે. સાથે હોલિવૂડના જાણીતા સ્ટાર જેમણે ફોરેસ્ટ ગમ્પ, કાસ્ટ અવે જેવી જાણીતી ફિલ્મોમાં કાર્યું છે તેવા ટૉમ હેક્સ પણ આ રોગનો ભોગ બન્યા છે.

હોલિવૂડ પર કોરોના વાયરસનું ગ્રહણ,કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ થઇ શકે છે રદ્દ

author img

By

Published : Mar 12, 2020, 10:35 PM IST

પેરિસ :ટોમ હેક્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે અને તેમની પત્ની રીટાને કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને હાલ ઓસ્ટ્રેલિયામાં છે. અને તેમના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હોલિવૂડના આ ટૉપના સ્ટારને કોરોના વાયરસ થતા હોલિવૂડમાં કોરોનાનો ખળભળાટ ચોક્કસ પળે વધ્યો છે. અને જાણીતા સ્ટાર્સ આ રોગની ભયાવકતાને લઇને સાવચેત થયા છે.

વધુમાં કોરોના વાયરસ કારણે જે કાન્સ ફેસ્ટિવલમાં દર વર્ષે બોલિવૂડની મોટી મોટી હિરોઇનો તેમનો ફેશનનો જલવો બતાવતી હતી તે પણ મુશ્કેલીમાં પડ્યું છે. 12 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો હતો. જો કે ફ્રાંસમાં યોજાનાર આ ફેસ્ટિવ હવે રદ્દ થાય તેવી સંભાવના ઊભી થઇ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મોને રજૂ કરવામાં આવે છે. અને અહીં દુનિયાભરના સ્ટાર્સ હાજરી પણ આપે છે.

એટલું જ નહીં ટોમ હેક્સ પછી સોશિયલ મીડિયામાં તેવી પણ ખબર આવી હતી કે હેરી પોટર ફેમ સ્ટાર ડેનિયલ રેડક્લિફને પણ કોરોના વાયરસ થયો છે. જો કે તેમણે આ અંગે પોતાના અધિકૃત ટ્વિટરની સફાઇ આપી છે. અને આ ખબરને ખોટી જણાવી છે. જેના કારણે તેમના ફેન્સે હાશકારો અનુભવ્યો છે.

આ સિવાય બ્લેક વિડોની ચીનમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ હતી જેને પણ રદ્દ કરવામાં આવી છે. તો હોલિવૂડની સુપરહિટ સીરીઝ થોરના સ્ટાર ક્રિસ હેમ્સવર્થ પણ કોરાના કારણે તેનો વર્લ્ડ ટૂર કેન્સલ કર્યો છે. આ વર્લ્ડ ટૂરમાં તે ભારત પણ આવવાનો હતો. આમ કોરોના કારણે હોલિવૂડ અનેક ફિલ્મો શૂટિંગ અને પ્રમોશન અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જેના કારણે હોલિવૂડને આર્થિક નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.