કેલિફોર્નિયાઃ US સ્થિત એલેફ એરોનોટિક્સએ ઉડતી કારને તૈયાર કરી છે. જેની મંજૂરી US સરકાર તરફથી મળી ગઈ છે. આ કંપનીએ એવું એલાન કર્યું હતું કે, બ્રાન્ડની કાર, 'મોડલ A' ને US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી એરવર્થિનેસનું વિશેષ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનારી સર્ટિફાઈડ કાર છે. આ નિર્ણયને એક ઐતિહાસિક માનવામાં છે. કારણ કે USમાં આવા વાહનને પ્રથમ વખત સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, સંપૂર્ણ રીતે કાર્યરત ઈલેક્ટ્રિક કાર છે. એટલે પેટ્રોલ કે ડીઝલની કોઈ માથાકુટ નથી. એટલે મેઈટેનન્સને લઈને કોઈ ચિંતા પણ નથી. પણ કિંમત વાંચીને ખિસ્સા ફાટી જશે એ વાત ચોક્કસ છે.
પોલીસી છે આવીઃ અમેરિકામાં એક એવી કાર તૈયાર થઈ છે જેને રસ્તે પણ ચલાવી શકાય અને આકાશમાં ઉડાવી પણ શકાય છે. આ કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'FAA ઇલેક્ટ્રિકલ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (eVTOL) વાહનોની સાથે સાથે ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કંટ્રોલ કરવા માટે તેની પોલીસીઓ પર સારી રીતે કામ કરી રહ્યું છે.' કંપની એલેફ એરોનોટિક્સે વર્ષ 2016માં આ કારનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર કરી લીધો હતો. જેના આધારે કાર બનાવવામાં આવી હતી. આ એક એવી કાર છે જે ડ્રાઇવિંગ સિવાય વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ પણ કરી શકે છે, આ માટે ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કંપનીનો દાવોઃ કંપનીનો દાવો છે કે 'મોડલ A'ની ડ્રાઇવિંગ રેન્જ 200 માઇલ અથવા લગભગ 321 Km છે. કાર હવામાં 110 માઇલ અથવા 177 Km સુધીની મુસાફરી કરી શકે છે. એટલે કે સરળતાથી તેને લેન્ડ પણ કરી શકાય છે અને કારને ફાસ્ટ મોડ પર ડ્રાઈવ પણ કરી શકાય છે. હા, એક વાતનું ધ્યાન એ રાખવાનું કે, બેટરી ચાર્જ હોવી જોઈએ. ઇલેક્ટ્રિક ફ્લાયક કારની કિંમત 300,000 ડૉલર એટલે કે (ભારતીય ચલણમાં લગભગ 2 કરોડ 46 લાખ રૂપિયા) છે.
વેચાણ શરૂઃ કંપનીનું કહેવું છે કે વેચાણ ઓક્ટોબર 2022માં શરૂ થઈ ગયું હતું. અત્યાર સુધીમાં 440થી વધુ યુનિટ બુકિંગ થયા છે. Aleph Aeronautics 2019થી તેના પ્રોટોટાઈપનું ટેસ્ટીંગ કર્યું હતું. તેનું પ્રોડક્શન 2025ના ચોથા ક્વાર્ટરમાં શરૂ થવાની સંભાવના છે. ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર રસ્તા પર દોડવાની સાથે સાથે ખુલ્લા આકાશમાં પણ ઉડાવી પણ શકાય છે. અમેરિકાની કંપનીએ આ માટે એક ખાસ એન્જીન પણ તૈયાર કર્યું છે. હવે આ ઉડતી ઇલેક્ટ્રિક કારને પ્રમાણપત્ર અને મંજૂરી પણ મળી ગઈ છે.
ઓટો જગતમાં માઈલસ્ટોનઃ બીજી એક ઇલેક્ટ્રિક ફ્લાઈંગ સેડાન કાર પર કંપની કામ કરી રહી છે, કંપનીએ આ કારને 'મોડલ Z' નામ આપ્યું છે. જેમાં એક સાથે ચાર લોકો બેસી શકે છે. અહેવાલ મુજબ, મોડેલ Z પાસે 300 માઈલથી વધુની ફ્લાઈંગ રેન્જ અને 200 માઈલથી વધુની ડ્રાઈવિંગ રેન્જ હોવાની અપેક્ષા છે. જ્યારે આ કાર માર્કેટમાં ઊતરશે ત્યારે ખરા અર્થમાં ઓટો જગતની દુનિયામાં એક નવો સૂર્યોદય થશે.