નવી દિલ્હી: WhatsAppએ યુઝર્સો અયોગ્ય માહિતી શેર કરતા હોવાથી ભારતમાં કેટલાક અકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. આ પગલુ યુઝર્સોને અયોગ્ય માહિતી શેર કરતા અટકાવવામાં માટે લેવામાં આવ્યું છે. નાગરિકોનું બંધારણિય રક્ષણ કરવાના હેતુથી આ પગલુ લેવુ જરુરી જણાવ્યું છે. જો કોઈ હવે પછી WhatsApp પર અયોગ્ય માહિતી શેર કરતા હોય તો ચેતી જજો. નહિંતર આપનું અકાઉન્ટ પણ લોક થઈ શકે છે. હવે પછી વ્હોટસેપ પર અયોગ્ય માહિતી શેર કરી શકાશે નહિં. જો આપનું અકાઉન્ટ સુરક્ષિત રાખવા માંગતા હોય તો કોઈ પણ માહિતી શેર કરતા પહેલા ચકાસો. મેટા માલિકીવાળી WhatsAppએ (Meta owned WhatsApp) મંગળવારે કહ્યું કે, તેણે નવા IT નિયમો, 2021ના પાલનમાં સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં 26 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ્સ પર (whatsapp ban accounts on social media rules) પ્રતિબંધ મૂક્યો છે. જેને હવે વધુ જવાબદારી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિવાઇઝ કરવામાં આવી રહી છે.
ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ: સમગ્ર દેશમાં 500 મિલિયનથી વધુ યુઝર્સો ધરાવતા મેસેજિંગ પ્લેટફોર્મને સપ્ટેમ્બરમાં ભારતમાં 666 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા હતા અને એક્શન રેકોર્ડ 23 હતો. WhatsAppએ ઓગસ્ટમાં ભારતમાં લગભગ 26 લાખ એકાઉન્ટ્સ સ્પામ, નીતિના ઉલ્લંઘન અને અન્ય કારણોસર બંધ કર્યા છે. WhatsApp એ સપ્ટેમ્બર 2022 મહિનામાં 26 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા છે. આ ખાતાઓને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021ના નિયમ 4(1)(d) હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર યુઝર સેફ્ટી મંથલી રિપોર્ટ દર્શાવે છે કે, યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલા લગભગ 8 લાખ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ: કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “IT નિયમો 2021 મુજબ, અમે સપ્ટેમ્બર 2022 મહિના માટેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ યુઝર્સ સુરક્ષા રિપોર્ટમાં મળેલી ફરિયાદો અને વોટ્સએપ દ્વારા લેવાયેલા સંબંધિત પગલાંની વિગતો પણ છે, જેમાં આનો સમાવેશ થાય છે. અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગનો સામનો કરવા માટે WhatsApp દ્વારા લેવામાં આવેલા પગલાં." આ પ્લેટફોર્મે ઓગસ્ટમાં ભારતમાં 23 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
અધિકારોનું રક્ષણ: અપગ્રેડ IT નિયમો 2021 હેઠળ, મેટા માલિકીવાળી WhatsApp સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે, જેઓ 50 લાખથી વધુ યુઝર્સો ધરાવે છે, તેમણે માસિક અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી છે. દરમિયાન, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે 'ડિજિટલ નાગરિકો'ના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી કેટલાક સુધારાની સૂચના આપી છે.
બંધારણીય અધિકારોનું રક્ષણ: હાલમાં સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ફક્ત યુઝર્સોને અયોગ્ય સામગ્રીની અમુક શ્રેણીઓ અપલોડ ન કરવા માટે જાણ કરવાની જરૂર છે. યુઝર્સોને આવી સામગ્રી અપલોડ કરતા અટકાવવા માટે વાજબી પ્રયાસો કરવાની મધ્યસ્થીઓની કાનૂની જવાબદારી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ભારતીય નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે. IT મંત્રાલય દ્વારા સુધારાની સૂચના આપવામાં આવી હતી.