- એક જ સપ્તાહમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ફેરફાર જોવા મળ્યો
- ભારતીય અમેરિકી સ્વાતિ મોહને રોવરનું સફળ લેન્ડિંગ કર્યું હતું
- નાસાનું પર્સિવરન્સ રોવર 18 ફેબ્રુઆરીએ મંગળની ધરતી પર ઉતર્યું હતું
હૈદરાબાદઃ છેલ્લા એક સપ્તાહમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે. આના પર નજર કરીએ તો...
ગૂગલે નાસા રોવરની લેન્ડિંગની ઉજવણી માટે વર્ચ્યૂઅલ આતશબાજી કરી
નાસા રોવરની લેન્ડિંગની સફળતાને પ્રોત્સાહિત કરવા બદલ ગૂગલે પોતાના પેજ પર વર્ચ્યૂઅલી આતશબાજી કરી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગૂગલ પર પર્સિવરન્સ રોવર, પર્સિવરન્સને સર્ચ કરે છે તો તેના પેજ પર વર્ચ્યૂઅલ આતશબાજી થવા લાગશે. ભારતીય અમેરિકી સ્વાતિ મોહને આ રોવરના સફળ લેન્ડિંગનું વર્ચ્યૂઅલ રીતે નેતૃત્વ કર્યું હતું.
નાસાના રોવરે મંગળની પહેલી રંગીન તસવીર અને સેલ્ફી મોકલી
નાસાના પર્સિવરન્સ રોવર 18 ફેબ્રુઆરીએ મંગળની ધરતી પર ઉતર્યું હતું. નાસાના આ રોવર મિશનની સફળતાની કેટલીક તસવીર કેમેરામાં કેદ થઈ છે, જે રોવરે મોકલી છે. રોવરે રંગીન તસવીરની સાથે એક સેેલ્ફી પણ મોકલી છે. મંગળ ગ્રહના ધરાતલ પર ઉતરવા પહેલા પણ તસવીરને રોવરમાં કેદ કરી હતી.
ભારતીય બજારમાં લોન્ચ થયો મોટો ઈ7 પાવર, જાણો ફિચર્સ
જો તમે રૂ. 10 હજારમાં સ્માર્ટ ફોન શોધી રહ્યા છો તો મોટો ઈ7 પાવર તમે લઈ શકો છો. હાલમાં જ ભારતીય બજારમાં લોન્ચ થયેલો આ સ્માર્ટ ફોનના કેટલાક ફીચર્સ આ પ્રકારના છે, જેમાં 6.5 ઈન્ચની એચડી + મેક્સવિઝન વાટરડ્રોપ- સ્ટાઈલ ડિસ્પ્લે, મીડિયાટેક હેલિયો જી 25 ચિપસેટ, ડ્યુઅલ-કેમેરા સેટઅપ જેમાં 13 એમપીના પ્રાઈમરી શૂટર છે. 5 હજાર એમએએચની બેટરી વગેરે સામેલ છે. આ સ્માર્ટ ફોન 26 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
સેમસન્ગ ગેલેક્સ એફ 62ની સેલ, જાણો ફિચર્સ
સેમસન્ગે પોતાના નવા સ્માર્ટ ફોન ગેલેક્સી એફ 62એ 15 ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટ ફોન 22 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યાથી વેચાણ માટે ઉપલબ્ધ છે. સેમસન્ગ ગેલેક્સી એફ 62ના કેટલાક ફિચર્સ આ પ્રકારે છે, જેમાં 6.7 ઈંચની એચડી, સુપર એમોલેડ પ્લસ ઇન્ફિનિટી-ઓ-ડિસ્પ્લે, 7 હજાર એમએએચની બેટરી, ક્વાડ કેમેરા સેટઅપ, ફોર કે વીડિયો રેકોર્ડિંગની સાથે 32 એમપીનો ફ્રન્ટ કેમેરા પણ છે. જ્યારે સ્લોમોશન સેલ્ફી પણ છે.
વારાણસીના વિદ્યાર્થીઓએ બનાવ્યું ગ્લેશિયર સેન્સર એલાર્મ, પ્રાકૃતિક આપત્તિઓથી કરશે એલર્ટ
પ્રાકૃતિક આપત્તિઓ પહેલા લોકોને સાવચેત કરવા માટે વારાણસીના ત્રણ વિદ્યાર્થીઓએ એક ગ્લેશિયર ફ્લડ અલાર્મ સેન્સર બનાવ્યું છે. આ સેન્સર અલાર્મ હજારો લોકોનો જીવ બચાવવામાં મદદ કરશે. આ હિમસ્ખલન, વાદળ ફાટવા, તોફાન જેવી પ્રાકૃતિક આપત્તિઓ મામલામાં લોકોને પહેલાથી જ એલર્ટ કરી દેશે. સેન્સરના અલાર્મને ડેમ કે ગ્લેશિયર પાસે રાખવામાં આવશે. આનું રિસીવર રાહત કેન્દ્ર પાસે હશે. આ અલાર્મની રેન્જ 500 મીટર છે, જેને વધારવાનું કામ ચાલી રહ્યું છે.
પીએસએલવી-સી51ના પ્રક્ષેપણની ઉલટી ગણતરી શરૂ
શનિવારે સવારે 8.54 વાગ્યાથી પીએસએલવી-સી51ના પ્રક્ષેપણની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ રોકેટમાં 637 જિલ્લાના બ્રાઝિલિયાઈ ઉપગ્રહ અમેજોનિયા-1 સહિત 18 અન્ય સેટેલાઈટ્સ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે. આમાંથી 13 અમેરિકામાંથી છે.