ETV Bharat / science-and-technology

સ્કાયરૂટ એરોસ્પેસ તેનું રોકેટ ઉડાડનાર પ્રથમ ખાનગી રોકેટ નિર્માતા બનશે - પ્રારંભ

ભારતની ખાનગી ક્ષેત્રની રોકેટ નિર્માતા સ્કાયરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) તારીખ 12 અને 16 નવેમ્બરની વચ્ચે ISRO (Indian Space Research Organisation) ના રોકેટ બંદર શ્રીહરિકોટાથી 3 પેલોડ સાથે તેનું રોકેટ વિક્રમ એસ ઉડાવશે.

સ્કાયરૂટ એરોસ્પેસ તેનું રોકેટ ઉડાડનાર પ્રથમ ખાનગી રોકેટ નિર્માતા બનશે

author img

By

Published : Nov 9, 2022, 11:18 AM IST

ચેન્નાઈ: ભારતની ખાનગી ક્ષેત્રની રોકેટ નિર્માતા સ્કાયરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) તારીખ 12 અને 16 નવેમ્બરની વચ્ચે ISROના (Indian Space Research Organisation) રોકેટ બંદર શ્રીહરિકોટાથી 3 પેલોડ સાથે તેનું રોકેટ વિક્રમ એસ ઉડાવશે જે કંપનીએ જણાવ્યું હતું.

''વિક્રમ એસ રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તે સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે. જે 3 કસ્ટમર પેલોડ વહન કરશે અને વિક્રમ શ્રેણીના અવકાશ પ્રક્ષેપણ વાહનોની મોટાભાગની ટેક્નોલોજીઓને પરીક્ષણ અને માન્ય કરવામાં મદદ કરશે. અમે પ્રક્ષેપણ માટે શ્રીહરિકોટામાં ISROના સ્પેસપોર્ટ ખાતે વિશ્વ સ્તરીય લોન્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી રહ્યા છીએ." ---- નગા ભરત ડાકા (Skyroute Aerospaceના COO અને સહ-સ્થાપક)

મિશનનું નામ પ્રારંભ: હૈદરાબાદ સ્થિત રોકેટ સ્ટાર્ટ અપે મિશનનું નામ 'પ્રરંભ' રાખ્યું છે, જેનો અર્થ "શરૂઆત" થાય છે. જે ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક નવા યુગનો સંકેત આપે છે. Skyroot Aerospace અનુસાર, સ્પેસ રેગ્યુલેટર IN SPACE ની ટેકનિકલ લોન્ચ ક્લિયરન્સ પછી તારીખ 7 નવેમ્બર 2022 ના રોજ બેંગલુરુમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ દ્વારા કંપનીના પ્રથમ મિશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

નવા યુગની શરૂઆત: સ્કાયરૂટ એરોસ્પેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તારીખ 12 અને 16 નવેમ્બરની વચ્ચે લોન્ચ વિન્ડો સત્તાવાળાઓ દ્વારા સૂચિત કરવામાં આવી છે. અંતિમ તારીખ હવામાન પરિસ્થિતિઓના આધારે પુષ્ટિ કરવામાં આવી છે." વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે, ''આ પ્રથમ મિશન સાથે સ્કાયરૂટ એરોસ્પેસ અવકાશમાં રોકેટ લોન્ચ કરનાર ભારતની પ્રથમ ખાનગી સ્પેસ કંપની બનવાની તૈયારીમાં છે. જે અવકાશ ક્ષેત્ર માટે નવા યુગની શરૂઆત કરે છે.''

"અમે અમારા વિક્રમ એસ રોકેટ મિશનને ખૂબજ ઓછા સમયમાં તૈયાર કરી શક્યા છીએ. માત્ર ISRO અને IN SPACE તરફથી અમને મળેલા અમૂલ્ય સમર્થનને કારણે અને અમારી પાસે સ્વાભાવિક રીતે રહેલી ટેક્નોલોજી પ્રતિભાને કારણે અને ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક અને જાણીતા વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ તરીકે સ્કાયરૂટ એરોસ્પેસના પ્રક્ષેપણ વાહનોને 'વિક્રમ' નામ આપવામાં આવ્યું છે. જ્યારે રોકેટના વીમા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચંદનાએ IANS ને કહ્યું કે, તેની કાળજી લેવામાં આવી છે. પરંતુ વધુ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો.'' --- CEO પવન કુમાર ચંદના(IANS)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.