ETV Bharat / science-and-technology

DRDO દ્વારા વિકસિત Ballistic Missile Prithvi 2નું સફળ પરીક્ષણ - ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત સ્વદેશી બેલિસ્ટિક મિસાઈલ (Ballistic Missile Launch) પૃથ્વી IIનું ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ઓડિશામાં ચાંદીપુર ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું (Ballistic Missile Prithvi 2) છે. તે ભારતીય પરમાણુ સંરક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ છે.

DRDO દ્વારા વિકસિત Ballistic Missile Prithvi 2નું સફળ પરીક્ષણ

author img

By

Published : Jan 11, 2023, 5:54 PM IST

નવી દિલ્હી: ઓડિશામાં ચાંદીપુર ખાતેથી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી 2 (Ballistic Missile Prithvi 2), મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત ટેસ્ટ રેન્જથી સફળતાપૂર્વક લોન્ચ (Ballistic Missile Launch) કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે પોતાના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, 'મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડો સફળતાપૂર્વક કામ કરી ગયા.'

આ પણ વાંચો: Instagram મુખ્ય બારમાંથી શોપ ટેબને કરશે દૂર, પરંતુ શોપિંગ પ્લેટફોર્મ ચાલુ રહેશે

મિસાઈલ અગ્નિ 5નું પરિક્ષણ: પૃથ્વી 2 દેશની પરમાણુ સંરક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ છે. અગાઉ ડિસેમ્બર 2022માં અગ્નિ 5 પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ છે. જે 5,000 કિમીની રેન્જમાં લક્ષ્યોને મારવામાં સક્ષમ હતી તેનું રાત્રે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ઓડિશામાં પણ કરવામાં આવ્યું હતું અને પરીક્ષણના પરિણામોના આધારે મિસાઈલની રેન્જને વધુ વધારી શકાય છે. મિસાઈલમાં નવા સાધનો અને વધુ આધુનિક ટેકનોલોજીની ખાતરી કરવા માટે અગ્નિ 5નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ કરાયેલી અગ્નિ 5 બેલેસ્ટિક મિસાઈલ પહેલાથી જ હળવી હતી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ સ્વદેશી ટેક્નોલોજીથી પૃથ્વી 2 બેલેસ્ટિક મિસાઈલ તૈયાર કરી છે.

આ પણ વાંચ: આગની ઘટના બાદ BMWએ 14,000 કાર રિકોલ કરી

મિસાઈલ પૃથ્વી 2: પૃથ્વી 2ની ફાયરપાવર 350 કિમી છે. તે સપાટીથી સપાટી સુધી 350 કિલોમીટર સુધી તેના લક્ષ્યને ચોક્કસ રીતે નિશાન બનાવી શકે છે. મિસાઈલમાં એડવાન્સ ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સરળતાથી પોતાના ટાર્ગેટને ફટકારી શકે છે. પૃથ્વી 2 પ્રવાહી અને ઘન ઇંધણ બંનેનો ઉપયોગ કરી શકે છે. પૃથ્વી મિસાઈલ વર્ષ 2003થી ભારતીય સેના પાસે છે. આ લંબાઈ 9 મીટર છે. પૃથ્વી DRDOઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રથમ મિસાઈલ છે. જેને સતત અપડેટ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.