- સોનીએ એએઈટએચનું 65 ઈંચનું નવું એચડીઆર ઓએલઈડી લોન્ચ કર્યું
- ટીવીમાં પિક્ચર પ્રોસેસર X1 અલ્ટિમેટ, હેન્ડ્સફ્રી સહિતના ફિચર્સ સામેલ
- ટીવીના નવા મોડલમાં રંગ અને કોન્ટ્રાસ્ટમાં કરાયો વધારો
નવી દિલ્હીઃ સોનીના એએઈટએસ સિરીઝમાં એક નવું 65 ઈંચનું એચડીઆર ઓએલઈડી ટીવી ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે, જેની કિંમત રૂ. 2,79,000 રાખવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ શક્તિશાળી ફોરકે એચડીઆર પિક્ચર પ્રોસેસર X1 અલ્ટિમેટની સાથે સાથે એક્સ-મોશન ક્લેરિટી ટેક્નિક સાથે આવશે, જે એક અવિશ્વસનીય રિફ્રેશ રેટ આપશે અને પહેલા કરતા વધુ શાનદાર અને સ્પષ્ટ છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું, પિક્સેલ કન્ટ્રાસ્ટ બૂસ્ટરની સાથે, રંગ અને કન્સ્ટ્રાસ્ટને વધારવામાં આવે છે એટલે સારા રંગ, વધુ સ્પષ્ટ ચિત્ર અને પ્યોર બ્લેક કોન્ટેસ્ટની સાથે ટીવી જોવાનો આનંદ મળશે. જોકે ઓએલઈડીનું વેચાણ માત્ર સોની જ કરી શકે છે.
આ ટીવીમાં 5 હજારથી વધારે એપ અને ગેમ હશે
એએઈટએચ સિરીઝનું એમ્બીએન્ટ ઓપ્ટિમાઈઝેશન ટેક્નલોજી આપમેળે વાતારણમાં ચિત્ર અને ધ્વનિને એકત્રિત કરે છે. આમાં સોનીનું એન્ડ્રોઈડ ટીવી પણ છે, જેમાં ગૂગલ પ્લેથી 5 હજારથી વધારે એપ અને ગેમ હશે. આમાં યૂટ્યૂબ, નેટફ્લિક્સ, એમેઝોન વીડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર સામેલ છે. સ્માર્ટ ટીવી મનોરંજન માટે ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા સંચાલિત હેન્ડ્સફ્રી વોઈસ સર્ચ સાથે આવે છે. એલેક્સા સ્માર્ટ ઉપકરણો, એપલ એયરપ્લે અને હોમકિટની સાથે મૂળરૂપથી કામ કરે છે. કંપનીએ કહ્યું, આ ઉપરાંત એએઈટએચમાં ધ્વનિક સરફેસ ઓડિયામાં બાસ માટે ટ્વિન સબવૂફર્સ પણ સામેલ છે, જે આ ટીવીને ખૂબ જ શ્રેષ્ઠ બનાવે છે.