નવી દિલ્હી: ટેક કંપની ગૂગલે પિક્સેલ બડ્સમાં નવું ફિચર રજૂ કર્યું છે. જેમાં ગ્રાહકો પિક્સેલ બડ્સના સેટિંગ્સમાં જઈને બાસમાં વધારો કરી શકે છે.
ગૂગલે તેના નિવેદનમાં કહ્યું છે કે ,તમે પિક્સેલ બડ સેટિંગ્સમાં જઈને બાસને વધારી શકો છો અને જો તમે તમારા ઇયરબડ્સને અન્ય પિક્સ બડ્સ સાથે શેર કરવા માંગતા હો, તો તમે વોલ્યુમ સાથે સમાધાન કર્યા વિના પણ કરી શકો છો.
યુઝર તેના પિક્સેલ બડ્સ સેટિંગ્સમાં જઈને બાસની ઈફેક્ટને એડજેસ્ટ કરી શકે છે. શેરિંગ ડિટેક્શન દ્વારા યુઝર તેના મિત્ર સાથે ઇયરબડ્સ શેર કરી શકે છે. આ સિવાય યુઝર તેના ઇયરબડ્સનો અવાજ નિયંત્રિત કરી શકશે.
પિક્સેલ બડ્સ હવે ફાઇન્ડમાય ડિવાઇસેસને સપોર્ટ કરશે. જેમાં ગૂગલ ફાઈન્ડ માય ડિવાઇસ દ્વારા તેનું છેલ્લું લોકેશન મેપ પર જોઈ શકાશે.