ETV Bharat / science-and-technology

Aditya L-1 Mission: જાણો આદિત્ય એલ-1 મિશન વિશે, સૂર્યની ભ્રમણકક્ષામાં પહોચતા કેટલો સમય લાગશે - chandrayaan 3

ચંદ્રયાન-3 પછી હવે બધાની નજર આદિત્ય L-1 મિશન પર છે. આ મિશનનો હેતુ સૂર્ય વિશે વધુ માહિતી એકઠી કરવાનો છે. આદિત્ય L-1 મિશન તેના કરતા ચાર ગણું વધુ અંતર કાપવા જઈ રહ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, સૂર્યની ભ્રમણકક્ષામાં L-1 પોઈન્ટ સુધી પહોંચવામાં 110 દિવસ લાગશે.

Etv BharatAditya L-1 Mission
Etv BharatAditya L-1 Mission
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 3:38 PM IST

નવી દિલ્હીઃ ચંદ્ર પર સફળતા મેળવ્યા બાદ હવે ઈસરોનો નવો ટારગેટ છે સૂર્ય. સૂર્ય સંદર્ભે ઈસરો દ્વારા પાર પાડવામાં આવનાર મિશનનું નામ છે આદિત્ય-L 1. આ મિશન સપ્ટેમ્બર 2નો રોજ લોન્ચ થશે. આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ ભ્રમણકક્ષા એલ-1માંથી કરવાનો છે. સૂર્યના સૌથી બહારના પડ, જેને કોરોના કહેવાય છે, તેનો અભ્યાસ કરવામાં આવશે. આ માટે સાત પેલોડને મિશનમાં સામેલ કરવામાં આવશે.

  • 🚨 India's first Sun mission, 'Aditya L1' to travel 1.5 million km from Earth, about 4 times father than the Moon. pic.twitter.com/7Wbr9vXFEh

    — Indian Tech & Infra (@IndianTechGuide) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સૂર્યનો અભ્યાસ કરવામાં આવશેઃ વૈજ્ઞાનિકોના મતે સૂર્યની ઉપરની સપાટી પર વિસ્ફોટ થતા રહે છે. પરંતુ તેના વિશે ઘણું જાણીતું નથી. આ વિસ્ફોટો ક્યારે થાય છે તે પણ જાણી શકાયું નથી. આ મિશનમાં તેનો અભ્યાસ કરવામાં આવશે. અમારું ટેલિસ્કોપ તેને કેપ્ચર કરશે, ત્યારબાદ આ ડેટાનો અભ્યાસ કરવામાં આવશે.

ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસારઃ અમારું મિશન સૂર્યના કોરોના, બાહ્ય સપાટીની સ્થિતિને માપશે. આ પછી, ઓઝોન સ્તર પર તેની અસરોનો અભ્યાસ કરવામાં આવશે. આ સાથે તે પૃથ્વી પર પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની માહિતી એકત્ર કરશે. આ પ્રકારનો અભ્યાસ અગાઉ કરવામાં આવ્યો નથી. 2000-4000 એંગસ્ટ્રોમની તરંગલંબાઇનો અભ્યાસ કરવામાં આવશે. તમે અનુમાન લગાવી શકો છો કે ઈસરોનું ચંદ્રયાન-3 મિશન ત્રણ લાખ 84 હજાર કિલોમીટરના અંતરે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે, જ્યારે એલ-વન મિશન 15 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપવા જઈ રહ્યું છે.

આ મિશનનો સમગ્ર પ્રયાસ સ્વદેશી છેઃ આના પરથી તમે કલ્પના કરી શકો છો કે, મિશન કેટલું મહત્વાકાંક્ષી છે. તેના કરતાં પણ મિશનનો સમગ્ર પ્રયાસ સ્વદેશી છે. સ્વદેશી રીતે વિકસિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિશન માટે ખાસ પેલોડ્સ બનાવવામાં આવ્યા છે. તેને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ હશે. આ ટેલિસ્કોપ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ મિશન માટે ખાસ પેલોડ બનાવવામાં આવ્યા છેઃ યુવી પેલોડ અને એક્સ-રે પેલોડ બંનેનું કામ અલગ છે. યુવી પેલોડ મુખ્યત્વે ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરશે. એક્સ-રે પેલોડનું મુખ્ય કાર્ય જ્વાળાઓનું અવલોકન કરવાનું છે. તેમાં મેગ્નેટોમીટર પેલોડ પણ હશે. તેનું કામ એલ-વનની આસપાસના ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી એકત્ર કરવાનું રહેશે, આ ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્રભામંડળની ભ્રમણકક્ષા સુધી પહોંચી શકાય છે. આ મિશનમાં જે સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવશે તે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને ઈસરોના સ્પેસપોર્ટ પર પહોંચાડવામાં આવ્યું છે.

શા માટે એલ-વન પોઈન્ટ પસંદ કરવામાં આવ્યો?: વૈજ્ઞાનિકોએ આ વિશે જણાવ્યું કે, આ બિંદુની નજીક પ્રભામંડળની કક્ષામાં મૂકવામાં આવેલા ઉપગ્રહની મદદથી, સૂર્યને સતત જોઈ શકાય છે. અહીં ગ્રહણની કોઈ અસર નથી. તમે વાસ્તવિક સમય પર સૂર્ય જોઈ શકો છો. તમે તેની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકો છો. તેમના મતે, ચાર પેલોડ્સ સૂર્ય પર નજર રાખશે, જ્યારે ત્રણ પેલોડ્સ એલ-1 કણ અને વિસ્તારનો ઇન-સીટુ અભ્યાસ કરશે.

અત્યાર સુધીમાં કેટલા મિશન સૂર્ય તરફ મોકલવામાં આવ્યા છે: અમારા આ મિશન સાથે, L-1 પર વાતાવરણ સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવશે. તેની મદદથી પ્લાઝ્મા ફિઝિક્સ વિશેની માહિતી ઉપલબ્ધ થશે. કોરોનલ હીટિંગ વિશે માહિતી ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં વિશ્વના અન્ય દેશો દ્વારા કુલ 22 મિશન સૂર્ય તરફ મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની અને યુરોપિયન સ્પેસ એજન્સીએ તેમાં ભાગ લીધો છે. જેમાંથી નાસાએ 14 મિશન મોકલ્યા છે. નાસાએ 2001માં જિનેસિસ મિશન મોકલ્યું હતું, તેનો મુખ્ય ઉદ્દેશ્ય આસપાસ પરિભ્રમણ કરતી વખતે સૌર પવનોના નમૂનાઓ એકત્ર કરવાનો હતો.

આ પણ વાંચોઃ

  1. ISRO News: ચંદ્ર બાદ હવે સૂર્યનો વારો, 2 સપ્ટેમ્બરના રોજ ઈસરો લોન્ચ કરશે સોલાર મિશન આદિત્ય-એલ 1
  2. Moon South Pole Soil Temperature: વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માટીનું તાપમાન શોધી કાઢ્યું, જાણો ધરતીની 10 સેમી અંદર કેટલું તાપમાન?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.