- સ્માર્ટફોન નિર્માતા કંપની જિઓની ફરી આવી બજારમાં
- નવો સ્માર્ટફોન જિઓની મેક્સ પ્રો ભારતમાં કર્યો લોન્ચ
- આ ફોન આજની પેઢીની ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરશે
નવી દિલ્હીઃ સ્માર્ટ ફોન નિર્માતા કંપની જિઓનીએ પોતાનો નવો સ્માર્ટફોન જિઓની મેક્સ પ્રો લોન્ચ કર્યો છે, જેની ભારતીય બજારમાં રૂપિયા 6,999 કિંમત છે. ભારતમાં જિઓનીના નિર્દેશક પ્રદીપ જૈને કહ્યું હતું કે, કંપનીનો ઉદ્દેશ છે કે તે સસ્તા દરમાં તમામ વસ્તુને આવરી લઈ એક પ્રોડક્ટ તૈયાર કરશે. આમાં જિઓનીએ પણ એન્ટ્રી લેવલના સ્માર્ટફોન પણ સામેલ છે. અમને વિશ્વાસ છે કે અમારો જિઓની મેક્સ પ્રો આજની પેઢીની ડિજિટલ જરૂરિયાતોને પૂર્ણ કરશે.
જિઓની મેક્સ પ્રોના ફિચર્સ આ પ્રમાણે છેઃ
- આ બજેટ સ્માર્ટફોનમાં ફૂલ વ્યૂ ડ્યૂ ડ્રોપ ડિસ્પ્લેની સાથે 6.52 ઈન્ચની એચડી સ્ક્રિન છે
- આ સ્માર્ટ ફોનમાં 3 જીબી રેમ, 32 જીબી રોમ છે, જેને 256 જીબી સુધી વધારી શકાય
- જિઓની મેક્સ પ્રોમાં લાંબા સમય સુધી ચાલી શકે તેવી 6000 એમએએચની બેટરી પણ છે. યુઝર્સ માટે આમાં અન્ય સુવિધાઓ ઉપરાંત 60 કલાક સુધી કોલિંગ, 34 દિવસ સુધી સ્ટેનબાય, 115 કલાક સંગીત, 12 કલાકની ગેમિંગ અને 13 કલાકની મૂવી જોઈ શકવાની સુવિધા છે
- આમાં 13 એમપી પ્લસ 2 એમપી ડ્યુઅલ રિયર કેમેરા છે
- જિઓની મેક્સ પ્રોમાં 8 એમપી સેલ્ફી કેમેરા પણ છે
- આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 ઓએસ પર ચાલે છે
- જિઓની મેક્સ પ્રો ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે કનેક્ટિવિટી અને પ્રદર્શનનું સાચું સંયોજન છે
- આ સ્માર્ટફોનમાં ફેસ અનલોક, શોર્ટની ફોર ગૂગલ આસિસ્ટન્ટ જેવા અન્ય ફિચર્સ પણ છે
- આ ફોન ત્રણ રંગમાં ઉપલબ્ધ છે જેવા કે, કાળા, લીલા અને લાલ.