- 'નથિંગ' ઇયરબડ્સ ભારતમાં ઉપલબ્ધ બનશે
- 17 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ પર મળશે
- 5,999 રૂપિયામાં ભારતમાં 'નથિંગ' ઇયરબડ્સ ઉપલબ્ધ થશે
ન્યૂઝ ડેસ્ક: 'નથિંગ'ના નવા વાયરલેસ ઇયરબડ્સ ( Nothing earbuds ) લોન્ચ થઈ ગયાં છે. ઇયર(1) માં એએનસી સંગીત, ફિલ્મો અને પોડકાસ્ટને માટે ત્રણ ઉચ્ચ-વ્યાખ્યાવાળા માઇક્સનો ઉપયોગ કરે છે. પ્રત્યેક ઇયરબડનું વજન લગભગ 4.7 ગ્રામ છે અને તે પ્રેશર-રિલીવિંગ વેન્ટ્સ, એક અર્ગનોમિક્સ ફીટ અને ત્રણ કસ્ટમાઇઝ લિક્વિડ સિલિકોન ટીપ્સ ધરાવે છે.
લંડન સ્થિત કન્ઝ્યુમર ટેક કંપની નથિંગે ( Nothing earbuds ) તેના પહેલા વાયરલેસ ઇયરબડ્સને ઇયર (1) ના નામથી લોંચ કર્યા છે. 17 ઓગસ્ટથી 5,999 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર ભારતમાં નથિંગ ઉપલબ્ધ થશે. આ ઇયરબડની ( Nothing earbuds ) ઇયરબડ્સ કેસ સાથે 34 કલાકનો પ્લેટાઇમ ઓફર કરે છે, એક શક્તિશાળી 11.6 મીમી ડ્રાઈવર અને અન્ય વિશેષતાઓ સાથે ઓફર કરાયાં છે.
'નથિંગ' ઇયર(1)માં એડવાન્સ ટેકનોલોજીથી નિર્મિત કરાયાં છે. ચોક્કસ પ્રકારનું એન્જિનિયરિંગ અને પહેલાં ક્યારેય જોવા ન મળી હોય તેવા પ્રકાની ડિઝાઈનવાળા આ ઇયરબડ્સ ( Nothing earbuds ) અકલ્પ્ય કિંમતમાં ઓફર કરવામાં આવ્યાં છે તેમ નથિંગન કંપનીના સહસંસ્થાપક અને સીઇઓ કાર્લ પેઇએ જણાવ્યું હતું. ઇયરબડ્સના એએનસીમાં હાઈ ડેફિનેશન એા 3 માઈક્સ છે જે સંગીત, ફિલ્મો અને પોડકાસ્ટ પર શાર્પ ફોક્સ કરે છે. તેનો યુઝ લાઈટ મોડ ઓપ્શન મોડરેટ નોઇઝ કેન્સલેશન અને મેક્સિમમ મોડ ખૂબ ઘોંઘાટભર્યાં વાતાવરણમાં વાપરવા માટે સગવડ આપે છે. જ્યારે તમે લોકોની વચ્ચે છો તો તમે ટ્રાન્સપરન્સી મોડ એક્ટિવ કરી બીજી બાબતો પર ધ્યાન આપી શકશો.
Nothing કંપનીએ જણાવ્યું કે , "પવન જેવો વિક્ષેપિત પૃષ્ઠભૂમિનો અવાજ ઘટાડવા અને મોટા અને સ્પષ્ટ અવાજના કોલ્સ માટે, ક્લીયર વોઇસ ટેકનોલોજી ઇયર (1) માટે વિશિષ્ટ રીતે વિકસિત કરવામાં આવી હતી. પ્રત્યેક ઇયરબડનું ( Nothing earbuds ) વજન લગભગ 4.7 ગ્રામ છે અને પ્રેશર-રિલીવીંગ વેન્ટ્સ, અર્ગનોમિક્સ ફીટ અને ત્રણ કસ્ટમાઇઝ લિક્વિડ સિલિકોન ટીપ્સ ધરાવે છે. કંપનીએ દાવો કર્યો હતો કે તેનો 10 મિનિટ ચાર્જ કરવાથી 8 કલાક સુધી પાવર સપ્લાય રહે છે. નથિંગ અયર (1) વાયરલેસ ચાર્જિંગ છે અને તે બધા પ્રકારના Qi ચાર્જર સાથે સુસંગત છે.
આ પણ વાંચોઃ સેમસંગ ભારતમાં ગેલેક્સી એમ 21 પ્રાઈમ એડિશન લોન્ચ કરશે
આ પણ વાંચોઃ Journey Of Radio In India: જાણો તેમાં કેટલું પરિવર્તન આવ્યું