નવી દિલ્હી: Casey Newton Platformer એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્વીટર પોતાની નવી અપડેટ અંગે આગામી અઠવાડિયે કોઈ મોટું એલાન કરી શકે છે. ટ્વીટરનું એડિટ ટ્વીટર ફીચર્સ નવી અપડેટ સાથે તૈયાર થઈ ચૂક્યું છે. પણ અત્યારે આ ફીચર સામાન્ય યુઝર્સને મળવાનું નથી. કારણ કે કંપની પોલીસી અનુસાર આ પહેલા જેની પાસે બ્લુ ટીક છે એને મળી રહેશે. જેઓ દર મહિને કંપનીને 4.99 ડૉલર ચૂકવે છે. એડિટ ફીચરની ખાસ વાત એ છે કે, એક વખત ટ્વીટ કર્યા બાદ એને સરળતાથી એડિટ કરી શકાશે. પોસ્ટ થયેલી ટ્વીટ પર એડિટ થશે.
આવી રહેશે અપડેટઃ નવી અપડેટમાં જે તે વાંચને એ ખ્યાલ આવી જશે કે, પોસ્ટ થયેલી વસ્તુ એક વખત એડિટ કરેલી છે. એડિટ ટ્વિટ આઈકોન, ટાઈમ સ્ટેમ્પ અને એક લેબલ સાથે જે જોવા મળશે. જે અત્યાર સુધીના ફીચર્સ કરતા અલગ રહેશે. વાંચકોને સરળતાથી ખ્યાલ આવી જશે કે, આ ટ્વિટ એડિટ કરેલી છે. લેબલ પર ક્લિક કરીને જાણી શકાશે કે, આ પોસ્ટ જે તે સમયે એડિટ થયેલી છે. એટલું જ નહીં એડિટ હિસ્ટ્રી પણ જાણી શકશે. Casey Newton Platformerએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયે આ ફીચર શરૂ થશે. હાલ તો શક્યતાના ધોરણે આ અપડેટ મળી છે. પબ્લિક પ્લેટફોર્મ પર ટેસ્ટિંગ માટેની સુવિધા તૈયાર થઈ રહી છે.
વર્ષોની માંગ પૂરીઃ પોસ્ટ થયા બાદ અત્યાર સુધી એવું થતું હતું કે, કોઈ પણ યુઝર્સ પોસ્ટ થયેલા થ્રેડમાં કંઈ કરી શકતા ન હતા. પણ વર્ષો જૂની યુઝર્સની માંગ હવે કંપની પૂરી કરવા જઈ રહી છે. આ ફીચર્સ લોકો સુધી પહોંચે એ પહેલા પોતાની ટીમ સાથે કંપની આ ફીચરનું ટેસ્ટિંગ કરવા માગે છે. કંપનીએ જણાવ્યું કે, ટેગથી લઈને મિસ થઈ ગયેલા થ્રેડ પર હાલ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ લોકો સુધી પહોંચતા ઓછામાં ઓછો સમય લાગે એવા અમારા પ્રયાસ છે.
આવું ટેસ્ટિંગઃ કંપનીએ ઉમેર્યું કે, અમે જાણી જોઈને ઈરાદાપૂર્વક નાના ગ્રૂપ સાથે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. જેથી જાણી શકાય કે, કોઈ યુઝર્સ એનો મિસયુઝ કેવી રીતે કરી શકે છે. એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે, લોકો જે ટ્વિટ કરે છે એની લખાણની શૈલીને અમારા ફીચર્સની કેવી અને કેટલી અસર થાય છે.