ETV Bharat / science-and-technology

EV6: આ મહિને લોન્ચ થશે કિઆની પહેલી કાર - Automobile

કાર બનાવતી કંપની કિઆ કોર્પોરેશને પોતાના પહેલા ઓલ ઇલેક્ટ્રિક મોડલ-ઈવી6ની ડિઝાઇન અંગે ખુલાસો કર્યો છે. આ ઇલેકટ્રિક કાર મોડલ હુન્ડાઈ મોટર ગ્રુપના EV પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. કિઆ કોર્પોરેશને 2026 સુધીમાં પોતાના 7 ઓલ ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. EV6 કિઆની EV લાઇનઅપનું પહેલું મોડલ છે. આ મહિને તેનું લોન્ચિંગ થઈ શકે છે.

EV6: આ મહિને લોન્ચ થશે કિઆની પહેલી કાર
EV6: આ મહિને લોન્ચ થશે કિઆની પહેલી કાર
author img

By

Published : Mar 16, 2021, 4:59 PM IST

  • કિઆ કોર્પોરેશનની EV શ્રેણી કાર લોન્ચ થશે
  • ઓલ ઇલેક્ટ્રિક મોડલ-ઈવી6ની ડિઝાઇન અંગે જણાવ્યું
  • કંપની 2026 સુધીમાં 7 EV મોડલ રજૂ કરશે

સિઓલઃ દક્ષિણ કોરિયાની કાર બનાવતી બીજી સૌથી મોચી કંપની કિઆ કોર્પોરેશને હુન્ડાઈ મોટર ગ્રુપના ઈવી પ્લેટફોર્મ પર પોતાના પહેલા ઇલેક્ટ્રિક કાર મોડેલ EV6ની ડિઝાઇન અંગે ખુલાસો કર્યો છે. આ કાર આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.કિઆએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અમારા ઇલેકટ્રિક ગ્લોબલ મોડ્યૂલર પ્લેટફોર્મ- ઈ-જીએમપી પર આધારિત છે. જેમાં ઇલેક્ટ્રિફિકેશન તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આગળના સમયમાં તેનો વિસ્તાર અન્ય મોડલોમાં પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં

EV6ની ખાસિયત

કિઆની યોજના છે કે વર્ષ 2026 સુધીમાં 7 ઇલેકટ્રિક મોડલ પેશ કરશે અને EV6 આ ક્રમમાં પહેલું કાર મોડલ છે. કિઆના ગ્લોબલ ડિઝાઈન સેન્ટરના પ્રભારી વરિષ્ઠ ઉપાધ્યક્ષ કરીમ હબીબે જણાવ્યું હતું કે EV6ની સાથે અમારો હેતુ બહેતરીન ડિઝાઈન અને અત્યાધુનિક ટેકનિક ધરાવતાં ફીચર્સને એકસાથે લાવવાનો છે.

હુન્ડાઈ અને કિઆ બંને સાથે મળીને વેચાણની દ્રષ્ટિએ દુનિયાની પાંચમી સૌથી મોટી કાર નિર્માતા કંપની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.