સૈન ફ્રાંસિસ્કો: હેલ્થ પ્લેટફોર્મ binah.aiએ જાહેરાત કરી છે કે, તેની એપ પર ઉપલબ્ધ હેલ્થ ટૂલ્સના સુઇટમાં (Health Tools Suite) બ્લડ પ્રેશરનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ ફીચરની મદદથી મોબાઈલ કે લેપટોપના કેમેરાથી બનેલા વીડિયોથી બ્લડ પ્રેશર (BP through smartphone camera) કેટલું છે તે હવે ઘરે બેઠા જાણી શકાશે.
વેબસાઈટ-ધ વર્જએ આપી જાણકારી
અમેરિકન ટેક્નોલોજી ન્યૂઝ વેબસાઈટ - ધ વર્જના (The Verge Website) અહેવાલ અનુસાર, binah.ai કંપનીએ (binah.ai company) કહ્યું છે કે, સ્માર્ટફોન અથવા લેપટોપ કેમેરા દ્વારા બનાવાયેલા વ્યક્તિના ચહેરાના વીડિયોની મદદથી બ્લડ પ્રેશર હવે ઘરે બેઠા માપી શકાશે. જો કે, તજજ્ઞોની સલાહ પ્રમાણે, binah.aiની બ્લડ પ્રેશર માપન સુવિધા પર વિશ્વાસ કરતા પહેલા કંપનીના ડેટાનો વધુ અભ્યાસ કરવો આવશ્યક છે. ધ વર્જ અહેવાલ રજૂ કરે છે કે, બાજુ પર બાંધવામાં આવતી સામાન્ય પટ્ટી વિના બ્લડ પ્રેશરને ટ્રેક કરવું લાંબા સમયથી હ્રદય રોગના નિષ્ણાંતોનો ધ્યેય રહ્યો છે. આ સાથે અન્ય ટેક કંપનીઓનો પણ લક્ષ્ય છે.
હોમ કફ ઉપકરણોને બદલવા માટે ડિઝાઇન કર્યું ફિચર: Binah.aiના CEO
Binah.aiના CEO અને સહ-સ્થાપક ડેવિડ મામને જણાવ્યું હતું કે, "અમે તેને હોમ કફ ઉપકરણોને બદલવા માટે ડિઝાઇન કર્યું છે." બ્લડ પ્રેશરને મોનિટર કરવા માટે, Binah.aiની ટેક્નોલોજી રક્ત પ્રવાહમાં થતા ફેરફારોની ગણતરી કરે છે અને ચહેરા પર પડતા પ્રકાશનું વિશ્લેષણ કરે છે. જેને ફોટોપ્લેથિસ્મોગ્રાફી (PPG) કહેવાય છે. ડિવાઇસ અને એપ નિર્માતાઓએ આ ટેક્નોલોજીનો શરીરના જુદા જુદા ભાગો પર બ્લડ ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ જેવી વસ્તુઓની ગણતરી કરવા માટે આ પ્રયોગ હાથ ધર્યો છે.
આ ફિચરનો ઉપયોગ કરવો પડકારજનક
જો કે, બ્લડ પ્રેશર માપવા માટે તેનો ઉપયોગ કરવો વધુ પડકારજનક છે. સંશોધકો ચહેરાના વિડિયોનો ઉપયોગ કરીને બ્લડ પ્રેશર માપવાની દિશામાં સતત કામ કરી રહ્યા છે, પરંતુ તબીબી તજજ્ઞોનું માનવું છે કે, આ તકનીકને વિશ્વસનીય તરીકે સ્વીકારવા માટે પૂરતો ડેટા નથી.
આ પણ વાંચો:
HIV Infection Case Study : હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની ભૂમિકા પર સંશોધનથી HIVની નવી સારવારની આશા