નવી દિલ્હીઃ એપલે એના નવા ડિવાઈસમાં ઉપયોગમાં લીધેલી એવી ધાતુ એલ્યુમિનિયમ અન્યની કાર્બન (Metals used in Mobilie) પર થતી અસરને ઘટડવા માટે પગલાં લીધા છે. જાણીને નવાઈ થશે કે, એપલે પોતાના (iphone 14 feature) નવા ડિવાઈસમાં લો-કાર્બન એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને પર્યાવરણને (Eco Friendly iPhone 14 Pro Max) બચાવવા પહેલ કરી છે.
ઈકો ફ્રેન્ડલી ફોનઃ મોબાઈલ ડિવાઈસમાં પણ પ્લાસ્ટિકથી લઈને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો ઉપયોગ મોબાઈલને મજબુત બનાવવા માટે થાય છે. પણ એની આડઅસર પર્યાવરણ પર થાય છે. એપલે પોતાના નવા તૈયાર કરેલા આઈફોન-14માં જુદી જુદી ધાતુઓથી પર્યાવરણને નુકસાન ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. નવા આઈફોન-14માં જે મેગ્નેટ (ચુંબક) સાથે અન્ય ધાતુનો ચોક્કસ કેમિકલ સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. એ 100 રીસાયકલ કરી શકાય એવા છે. એટલે એનો એક વખત ઉપયોગ કર્યા બાદ એનો ફરીથી સરળતાથી ઉપયોગ કરી શકાશે. કંપનીએ આ માટે એક ટેસ્ટ કરીને આ ધાતુઓને રીસાયકલ પણ કરી છે.
મેગ્સેફ જેવી ધાતુઃ મોબાઈલ બનાવવા માટે ઉપયોગી એવું તત્ત્વ મેગ્સેફ પણ સરળતાથી રીસાયકલ કરી શકાય એ રીતે નવા ફોનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. એટલે નવો આઈફોન સિક્યોર તો છે જ પણ પર્યાવરણ માટે પણ ઈકોફ્રેન્ડલી છે. ટેપ્ટિક એન્જીનમાં આ ધાતુને સરળતાથી રીસાયકલ કરી શકાય છે. આ એન્જીન એક પ્રકારની હેપ્ટિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુઝર્સ જે સ્ક્રિન પર ટચ કર છે એને એક લેવલથી વધારે સિક્યોર બનાવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, iPhone 14 Pro અને iPhone 14 Pro Max પર્યાવરણને નહીવત કહી શકાય એટલું નુકસાન કરે છે.
રિસાયકલ ટેકનોલોજીઃ આ બન્ને મોડલમાં 100 ટકા રીસાયકલ થઈ શકે એવું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. સર્કિટથી લઈને સ્ક્રિન સુધીની તમામ વસ્તુઓ 100 ટકા રીસાયકલ થાય એવી છે. કંપનીએ ટેસ્ટ કરીને આ વાત કરી છે. એટલું જ નહીં ફોનમાં વાપરવામાં આવતા વાયરને પણ સરળતાથી રીસાયકલ કરી શકાય છે. આ નવા ફોનમાં ફાયબર બેઈઝ પેકેજ કે પ્લાસ્ટિકના આઉટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કંપનીનો હેતું 2025 સુધીમાં ફોનને પ્લાસ્ટિકના ઉપયોગ કર્યા સિવાય તૈયાર કરવાનો રહ્યો છે.
કાર્બન ન્યુટ્રલઃ વર્ષ 2030 સુધીમાં કંપનીનો લક્ષ્યાંક કાર્બન ન્યુટ્રલ ફોન તૈયાર કરવાનો છે. આ સમયગાળા સુધી પહોંચતા નવા દરેક ડિવાઈસના ઉત્પાદનમાં કાર્બનનું પ્રમાણ માત્ર 10 ટકા સુધી કરી દેવામાં આવશે. માત્ર ઉત્પાદન ક્ષેત્ર જ નહીં પણ સપ્લાય ચેઈન સુધી કાર્બનની માત્રાને કંટ્રોલ કરી દેવાશે. આનો અર્થ એ થયો કે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ટ્રાન્સપોર્ટ, ગ્રાહક ઉપયોગ, ચાર્જિંગ, રિસાયક્લિંગ અને મટિરિયલ રિકવરીથી વેચવામાં આવેલા દરેક એપલ ડિવાઇસ આબોહવાની કોઈ પ્રકારની અસર નહીં થાય.
મોટી જાહેરાતઃ આ વર્ષે માર્ચ મહિનામાં કંપનીએ જાહેરાત કરી હતી કે, કંપની દુનિયાનો પહેલો લો કાર્બન ફોન તૈયાર કરી રહી છે. જેનો પ્રયોગરૂપે iPhone SE બનાવાયો છે. 4.7 બિલિયન ડૉલરનું ગ્રીન બોન્ડમાં રોકાણ કરીને કંપનીએ રીસાયકલ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જ્યારે ઉત્પાદનમાં ઓછામાં ઓછું કાર્બન વપરાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.
શું કહે છે અધિકારીઃ 2016 થી, Appleએ 2030 સુધીમાં તેની સપ્લાય ચેઇનમાં કાર્બનનો ઉપયોગ ઘટાડવા ત્રણ ગ્રીન બોન્ડ જાહેર કર્યા છે. આ ઝુંબેશના એક ભાગરૂપે Appleએ જાહેરાત કરી કે તે કેનેડા સ્થિત ELYSIS પાસેથી ડાયરેક્ટ કાર્બન-મુક્ત એલ્યુમિનિયમ ખરીદશે. વિશ્વની પ્રથમ ડાયરેક્ટ કાર્બન-ફ્રી એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગ પ્રક્રિયા પાછળની કંપની બનશે. લિસા જેક્સન, એપલના પર્યાવરણ પોલીસી અને સામાજિક પહેલના વાઇસ પ્રેસિડેન્ટ જણાવે છે કે, આ પૃથ્વીને અગાઉ પહેલા જેવી શુદ્ધ રાખી હતી એવી જ શુદ્ધ અને સ્વચ્છ રાખવાનો અમારો પ્રયાસ છે. એપલ કંપની આ માટે કમિન્ટમેન્ટ કરે છે. આ માટે અમારા ગ્રીન બોન્ડ એક હથિયાર જેવું કામ આપશે. જે પર્યાવરણને બચાવવાના પ્રયાસને સફળતામાં ફેરવશે.