હૈદરાબાદ: હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન નસીર ખાન મેકલેરેન 765LT સ્પાયડરના માલિક બન્યા છે. જે ભારતમાં વેચાણ માટે સત્તાવાર રીતે ઉપલબ્ધ સૌથી મોંઘી સુપરકાર્સમાંની એક છે. મેકલેરેન 765LT સ્પાયડર (McLaren 765 LT Spyder) ભારતની સૌથી મોંઘી સુપરકાર્સમાંની એક (Indias most expensive supercar) છે. જેની કિંમત રૂપિયા 12 કરોડ છે. આ કાર તાજેતરમાં હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસ ખાતે નસીર ખાન લઈને આવ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, ખાન ભારતમાં 765 LT સ્પાઈડરનો કદાચ પ્રથમ ગ્રાહક છે.
કારની ખાસિયત: સુપરકાર કૂપ વર્ઝન જેવી જ અત્યંત એરોડાયનેમિક ડિઝાઇન આપે છે. તેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, કન્વર્ટિબલ કારની છત માત્ર 11 સેકન્ડમાં ખુલે છે. આ કાર 4.0L ટ્વીન ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે અને એન્જિન 765 PS અને 800 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. નસીર ખાન પોતાને કાર કલેક્ટર અને ઉદ્યોગસાહસિક તરીકે વર્ણવે છે. તેમને તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર વિવિધ લક્ઝરી કાર સાથે જોઈ શકાય છે.
ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર: ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા નસીર ખાને લખ્યું, "મેકલેરેન 765LT સ્પાયડર હોમમાં આપનું સ્વાગત છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીર અને રીલ્સમાં ખાનને બ્રાઉન આઉટફિટ પહેરીને અને તેના નવા લાલ રંગના McLaren 765 LT Spyder વર્ઝન સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આ અદભૂત કાર McLaren દ્વારા બનાવવામાં આવેલ સૌથી ઝડપી કન્વર્ટિબલ્સ પૈકીની એક છે.
ભારતની સૌથી મોંઘી સુપરકાર: નસીર પાસે Rolls Royce Cullinan Black Badge, Ferrari 812 Superfast, Mercedes-Benz G350d, Ford Mustang, Lamborghini Aventador, Lamborghini Urus અને બીજી ઘણી મોંઘી કાર છે.