- ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ
- ભારતની ધરતી પરથી પ્રથમ ખાનગી ઉપગ્રહ છોડવાની તૈયારી
- કર્ણાટકના 23 વર્ષીય યુવકે તૈયારી આરંભી
ચીક્કમાગાલુરુ: કર્ણાટકના ચીક્કમાગાલુરુ જીલ્લાના અલ્દુર ગામના 23 વર્ષીય યુવક આવેશ એહમદની એરોસ્પેસ મેન્યુફેક્ચરર કંપનીએ ભારત તરફથી પ્રથમ ડીસેમ્બર 2021માં ખાનગી ઉપગ્રહ છોડવાની તૈયારી આરંભી છે.
ભારતની ધરતી પરથી પ્રથમ ખાનગી ઉપગ્રહ છોડવાની તૈયારી
જોકે હજુ સુધી લોંચીંગની તારીખ નક્કી કરવામાં આવી નથી. કોવિડ પેન્ડેમીકના કારણે છેલ્લા વર્ષે ઉપગ્રહ લોંચ થઇ શક્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાથી જ એહમદની મદદ વધારી દીધી હતી. એહમદનો ઉપગ્રહ ભારતની ધરતી પરથી લોંચ થનાર પ્રથમ ઉપગ્રહ (Indians first private satellite) હોવાનો દાવો કરાય રહ્યો છે. જોકે રસીયા દ્વારા લોંચીંગનુ આયોજન થઇ ગયુ હોવા છતા એહમદનું સ્વપ્ન હતુ કે ઉપગ્રહ ભારતની ધરતી પરથી લોંચ થાય.
આ પણ વાંચો: યુરોપિયન-જાપાનીઝ સ્પેસ મિશનને મળી બુધ ગ્રહની પ્રથમ ઝલક
એલન મસ્કની સ્પેસ એક્સ દ્વારા 2018માં લોન્ચ કરવામા આવ્યો ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ
ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ એલન મસ્કની સ્પેસ એક્સ (Alon musk's space-x) દ્વારા 2018માં લોન્ચ કરવામા આવ્યો હતો. તે 17 અન્ય દેશોના 63 અન્ય ઉપગ્રહો સાથે કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. લોસ એન્જલસમાં 2019 ટેકસ્ટાર્સ સ્ટારબર્સ્ટ સ્પેસ એક્સિલરેટર માટે ક્વોલિફાય કરવા માટે પિક્સલ એશિયાનું એકમાત્ર સ્પેસ સ્ટાર્ટઅપ હતું. પેઢીનો હેતુ 30 થી વધુ પૃથ્વી નિરીક્ષણ સૂક્ષ્મ ઉપગ્રહોનું નક્ષત્ર બે-ત્રણ વર્ષમાં સૂર્ય-સિંક્રનસ ભ્રમણકક્ષામાં મૂકવાનો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન'ની શરૂઆત કરી, જાણો શું કહ્યું...
નદીમ અહમદે જણાવ્યું હતું કે તેમનો દીકરો ખૂબ જ પ્રતિભાશાળી છે
આવેસ અહેમદ અને ક્ષિતિજ ખંડેલવાલે ફેબ્રુઆરી 2019 માં કંપનીની સ્થાપના કરી હતી જ્યારે તેઓ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (BITS) પિલાનીમાં અભ્યાસ કરતા હતા. અહેમદના પિતા નદીમ અહમદે જણાવ્યું હતું કે તેમનો દીકરો ખૂબ જ પ્રતિભાશાળી છે. અહેમદના પિતાના જણાવ્યા અનુસાર, ઉપગ્રહ અન્ય ઉપગ્રહોની સરખામણીમાં 50 ગણો વધારે ડેટા ઉત્પન્ન કરશે. તેમણે દાવો કર્યો હતો કે તેમના પુત્રનો ઉપગ્રહ ભારતની ધરતી પરથી લોન્ચ થનાર પ્રથમ ખાનગી ઉપગ્રહ હશે.