ETV Bharat / opinion

શું ભારત માનવીય રીતે સફાઈ બંધ કરશે ? - latest news in Sweeper

“જાતે જ મળમૂત્રની સફાઇ કરવાનું ખૂબ જ અધમ કાર્ય છે, જે વ્યક્તિની માનવતાને છીનવી લે છે. આ કાર્ય વિશે પવિત્ર કંઈ નથી. ”, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરએ ચેતવણી આપી હતી. ‘ભંગી ઝાડુ છોડો’ (સાવરણી છોડો) એમ કહીને તેમણે માનવીય રીતે સફાઈ કરવાનો તાત્કાલિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.

WILL INDIA PUT A STOP TO MANUAL SCAVENGING ?
શું ભારત માનવીય રીતે સફાઈ બંધ કરશે ?
author img

By

Published : Sep 21, 2020, 9:04 AM IST

ન્યૂઝ ડેસ્ક : “જાતે જ મળમૂત્રની સફાઇ કરવાનું ખૂબ જ અધમ કાર્ય છે, જે વ્યક્તિની માનવતાને છીનવી લે છે. આ કાર્ય વિશે પવિત્ર કંઈ નથી. ”, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરએ ચેતવણી આપી હતી. ‘ભંગી ઝાડુ છોડો’ (સાવરણી છોડો) એમ કહીને તેમણે માનવીય રીતે સફાઈ કરવાનો તાત્કાલિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. તેમણે અધમ વ્યવસાયને મહિમા આપવાની કલ્પનાને નકારી કાઢી. દાયકાઓ વીતી ગયા છે પરંતુ આપણે હજી પણ ભારતમાં માનવીય રીતે સફાઈ કર્મચારીઓને કામે લગાવીએ છીએ.

માનવીય રીતે સફાઈ સામેના કાયદાઓ તેને નાબૂદ કરવા માટે પૂરતા સાબિત થયા નથી. 2013માં, કેન્દ્રએ માનવીય સફાઈ કર્મચારીઓ તરીકે રોજગાર પર પ્રતિબંધનો અને તેમના પુનર્વસન કાયદા તરીકે મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ હજી પણ તેનો સંપૂર્ણ તાકાતથી અમલ કરવાનો બાકી છે. સરકાર સંસદના ચોમાસા સત્રમાં માનવીય સફાઈ કર્મચારી તરીકે રોજગાર નિષેધ અને તેમનું પુનર્વસન (સુધારણા) ખરડા 2020 રજૂ કરવાની યોજના ધરાવે છે. હાલમાં ગટર અને સેપ્ટિક ટાંકીની જોખમી સફાઈ માટે કોઈ પણ વ્યકિત કે એજન્સીને નોકરીમાં લેનારને 5 વર્ષ સુધીની કેદ અથવા 5 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજાની સજા છે. કેન્દ્ર નવા ખરડામાં કડક સજા અંગે વિચારણા કરી રહ્યું છે.

સમાજના દબાયેલા વર્ગના લોકો ઉપર માનવ ઉત્સર્જનની સફાઈનું કામ નાખવામાં આવ્યું હતું. શૌચાલય પ્રણાલિમાં ફેરફાર હોવા છતાં, તેમની જીવનશૈલી બદલાઈ નથી. પેઢી પ્રતિ પેઢી, તેઓ સેપ્ટિક ટાંકી, ગટરો અને મેનહોલની સફાઈના અપમાનજનક કામમાંથી પસાર થતા રહ્યા છે. દર વર્ષે સેંકડો માનવીય સફાઈ કામદારોનાં મળમૂત્રની સફાઈની પ્રક્રિયામાં મૃત્યુ થાય છે. એકલા 2019 માં, 119 કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 2016 થી 19 ની વચ્ચે, દેશભરમાં 282 સફાઇ કામદારો સેપ્ટિક ટાંકી અને ગટરો સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. સફાઈ કર્મચારી આંદોલન (એસકેએ)એ આક્ષેપ કર્યો હતો કે આ આંકડાઓ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે અને વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે., સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણની તપાસ માટે રચાયેલી એક વૈધાનિક સંસ્થા સફાઈ કર્મચારીઓ માટેના રાષ્ટ્રીય આયોગ (એનસીએસકે)એ જાહેર કર્યું કે જાન્યુઆરીથી ઑગસ્ટ 2017 દરમિયાન સેપ્ટિક ટાંકી અને મેનહોલની સફાઇમાં 127 કામદારો મૃત્યુ પામ્યા હતા. પરંતુ એસ.કે.એ.ના અંદાજ મુજબ, 429 સફાઈ કામદારો આ જ સમયગાળા દરમિયાન માત્ર રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં જ મૃત્યુ પામ્યા હતા.

1993 માં કેન્દ્રએ માનવીય સફાઈ કર્મચારી રોજગાર અને સૂકાં શૌચાલય (પ્રતિબંધ) અધિનિયમ પસાર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકારોએ તેના અસ્તિત્વની સંપૂર્ણ અવગણના કરી હતી. એસ.કે.એ.ના રાષ્ટ્રીય સંયોજક અને રમણ મેગ્સેસે એવૉર્ડ વિજેતા બેજાવાડા વિલ્સન કહે છે કે 2013નો અધિનિયમ સફાઈ કર્મચારીઓના પુનર્વસન વિશે સ્પષ્ટ માર્ગદર્શિકા આપતો નથી. જ્યારે આ અધિનિયમ પ્રથમ વાર દાખલ કરવામાં આવ્યો ત્યારે સરકારે માનવીય સફાઈ નાબૂદ કરવા અને સફાઈ કર્મચારીઓના પુનર્વસનની દરખાસ્ત કરી હતી. પ્રૉજેક્ટની કુલ કિંમત રૂ. 48.25 અબજ આવી હતી જે અધિનિયમના અમલના નવ મહિનામાં ખર્ચી શકાઈ હોત. ઉક્ત ભંડોળ ફાળવવામાં નિષ્ફળતા અધિનિયમની નિષ્ફળતાનું મુખ્ય કારણ છે.

નીતિ આયોગના સર્વે અનુસાર, દેશનાં 18 રાજ્યો અને 170 જિલ્લાઓમાં અંદાજે, 54,130 લોકો સ્વચ્છતા કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ રાજ્યસભા સત્રમાં આ આંકડા રજૂ કર્યા હતા. પરંતુ જમીન પર કામ કરતા કાર્યકરો દાવો કરે છે કે કામદારોની અસલી સંખ્યા લાખોમાં હોઈ શકે છે. 2011ની વસતિ ગણતરીમાં તારણ નીકળ્યું હતું કે આપણા દેશમાં 21 લાખ સૂકાં શૌચાલય છે, જેને જાતે સફાઈ કરવાની જરૂર છે. સામાજિક ન્યાય મંત્રાલયે જાહેર કર્યું કે 1992માં સ્વચ્છતા કામદારોની સંખ્યા 5.88 લાખથી વધીને 2002-03 માં 6.76 લાખ થઈ ગઈ હતી. પછીનાં વર્ષોમાં, આ સંખ્યા 8 લાખ પર પહોંચી હોવાનો અંદાજ છે.

હાલની ગટર વ્યવસ્થાને આધુનિક બનાવવાની અને યાંત્રિક સફાઈ પ્રવૃત્તિઓ શરૂ કરવાની કેન્દ્ર સરકારની યોજના છે. આ હેતુ માટે, સ્થાનિક સંસ્થાઓ સારી રીતે તૈયાર હોવી આવશ્યક છે અને નાગરિકોએ શિક્ષિત હોવું જ જોઈએ. આ વખતે, સુધારેલો અધિનિયમ ફક્ત આ સામાજિક સંકટને સમાપ્ત કરવા માટે પૂરતા કડક હોવા જોઈએ એટલું જ નહીં, પરંતુ તેનો દૃઢ અમલ પણ થવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.