ETV Bharat / opinion

શું દિનેશ ત્રિવેદીની વિદાયથી તૃણમૂલ કોંગ્રેસને ખરેખર નુકસાન થશે?

author img

By

Published : Feb 12, 2021, 10:58 PM IST

"મુકુલ રૉય હવે ભાજપમાં જઈને બેસી ગયા છે અને ભાજપનો મુખ્ય ચહેરો બની રહ્યા છે. તેની વ્યૂહરચનાને આધારે ભાજપ રાજ્યમાં આગળ વધી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રધાનો એક પછી ભાજપમાં જોડાઈ રહ્યા છે. દિનેશ ત્રિવેદી પણ ભાજપમાં જોડાઈ જશે તેમાં કોઈ શંકા નથી. એવું લાગે છે કે એક આખું રાજકીય ચક્કર પૂરું થયું છે."

દિનેશ ત્રિવેદીની વિદાય
દિનેશ ત્રિવેદીની વિદાય

કોલકાતા: રાજીવ બેનરજી અને પ્રોબીર ઘોષાલ પછી હવે દિનેશ ત્રિવેદીએ પણ તૃણમૂલ કોંગ્રેસને રામરામ કરી દીધા છે. તેમણે બહુ નાટકીય રીતે રાજ્ય સભામાં જ રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામાની જાહેરાત કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિંસક સ્થિતિ ઊભી થઈ રહી હતી તેના કારણે તેઓ ગુંગળામણ અનુભવી રહ્યા હતા. "હું ગુંગળાઈ રહ્યો હતો. તેથી મેં મારા દિલની વાતને સાંભળી અને રાજીનામું આપી દીધું છે. હું મારા રાજ્યના લોકો માટે કામ કરવા માગું છું, જ્યાં નેતાજી, રવિન્દ્રનાથ ઠાકુર, વિવેકાનંદ જેવા મહાનુભાવો પાક્યા છે," એમ તેમણે કહ્યું.

ત્રિવેદીના રાજીનામા પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એવો સવાલ પૂછાઈ રહ્યો છે કે શું વધુ એક રાજીનામા સાથે તૃણમૂલ કોંગ્રેસ માટે લાંબા ગાળાના નુકસાનની ખાઈ પહોળી થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ ત્રિવેદીની નિંદા કરવાનું શરૂ કરી દીધું છે, પણ રાજકીય વિશ્લેષકો માને છે કે સંયમ સાથે તેમની ટીકા કરવામાં નહિ આવે તો ઉલાટનું તૃણમૂલને જ નુકસાન થશે.

મુકુલ રૉય અને શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા તે પછી તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે આ નેતાઓ સીબીઆઈ અને ઈડીની કામગીરીથી બચવા માટે ભાજપના શરણે જઈ રહ્યા છે. આ નેતાઓ કોઈ ને કોઈ નાણાંકીય ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. રાજીવ બેનરજી અને પ્રોબીર ધોષાણ હાલમાં જ ભાજપમાં જોડાયા તે પછી જોકે આવી ટીકા કરી શકાય તેમ નહોતી. તેનું કારણ એ કે આ બંને નેતાઓની છાપ સ્વચ્છ છે.

જોકે તૃણમૂલના નેતાઓ કહે છે કે ચૂંટણી આડે ચાર જ મહિના બાકી હોય ત્યારે કોઈ પ્રધાનપદું છોડીને હરિફ પક્ષમાં જતા રહે તે નૈતિક રીતે જરાય યોગ્ય ના કહેવાય. બેનરજી અને ઘોષાલ માટે એવી પણ ટીકા થઈ રહી છે કે આમેય આ બંને નેતાઓને તૃણમૂલ કોંગ્રેસ આ વખતે ટિકિટ આપવાની નહોતી. તેના કારણે ટિકિટની લાલચમાં તેઓ ભાજપના ખોળે બેઠા છે.

આ બેમાંથી એકેય પ્રકારની ટીકા દિનેશ ત્રિવેદી માટે થઈ શકે તેમ નથી. ત્રિવેદીની છાપ સારી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસના એક સારી છબી ધરાવતા નેતા તેઓ હતા. તેમને બેસ્ટ સાંસદ તરીકેનો અવૉર્ડ પણ મળેલો છે. તેમને એક વર્ષ પહેલાં જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. તેથી તેમણે કાર્યકાળ પૂરો કર્યા પછી પદ માટે રાજીનામું આપ્યું તેવું પણ કહી શકાય તેમ નથી. તેના કારણે ત્રિવેદીની વિદાયનો કેવી રીતે બચાવ કરવો તે મુદ્દે તૃણમૂલ કોંગ્રેસમાં અવઢવ હોય તેમ લાગે છે.

જોકે તૃણમૂલના લોકસભાના સાંસદ કલ્યાણ બંદોપાધ્યાયે આકરી ટીકા કરતા કહ્યું કે "દગાખોર ત્રિવેદીએ ચૂંટણી પહેલાં જ તૃણમૂલ સાથે ગદ્દારી કરી છે." અન્ય એક લોકસભા સાંસદ સૌગતા રાયે કહ્યું કે "તેમણે પોતાના વાંધાઓ અંગે પક્ષમાં ચર્ચા કરવાની જરૂર હતી. ચૂંટણી પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું તે કમનસીબ છે." આ ટીકાઓ સામે દિનેશ ત્રિવેદી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

એક સિનિયર તૃણમૂલ નેતા કહે છે કે ત્રિવેદીએ ક્યારેય પોતાને અસંતોષ હોય તેવો અણસાર આવવા દીધો નહોતો. "જોકે તેમને આ વાત પસંદ પડી નહોતી કે પ્રશાંત કિશોરને ચૂંટણીના વ્યૂહકાર તરીકે લાવવામાં આવ્યા છે. તેમણે પોતાના કેટલાક વિશ્વાસુઓને કહ્યું હતું કે તૃણમૂલ લોકચાહના મેળવી શક્યું, કેમ કે તેની પાછળ વર્ષોની મહેતન હતી. તેના કારણે ચૂંટણીની બાબતમાં માત્ર પીકેનું જ ચાલે છે તે બાબતથી તેઓ નારાજ થયા હતા," એમ તેમનું કહેવું છે.

દિનેશ ત્રિવેદી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી તેમાં હતી. મમતા બેનરજી 2011માં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે તેમણે કેન્દ્રમાં રેલવેનું મંત્રાલય દિનેશ ત્રિવેદીને સોંપ્યું હતું. જોકે રેલવે ટિકિટના દર વધારવાના મુદ્દે તેમને પક્ષ સામે વાંધો પડ્યો હતો. તેથી તેમને હટાવીને મુકુલ રૉયને રેલવે પ્રધાન બનાવાયા હતા.

"એ મુકુલ રૉય હવે ભાજપમાં જઈને બેસી ગયા છે અને ભાજપનો મુખ્ય ચહેરો બની રહ્યા છે. તેની વ્યૂહરચનાને આધારે ભાજપ રાજ્યમાં આગળ વધી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રધાનો એક પછી ભાજપમાં જોડાઈ રહ્યા છે. દિનેશ ત્રિવેદી પણ ભાજપમાં જોડાઈ જશે તેમાં કોઈ શંકા નથી. એવું લાગે છે કે એક આખું રાજકીય ચક્કર પૂરું થયું છે," એમ એક રાજકીય વિશ્લેષકે કહ્યું હતું.

ત્રિવેદી રાજકારણમાં આવ્યા તે પહેલાં ખૂબ સારી પ્રોફેશનલ કરિયર ધરાવતા હતા. તેમણે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બીકોમ કર્યા પછી અમેરિકામાં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું.

શિકાગોમાં તેઓ Detex સાથે કામ કરતા હતા. બાદમાં તેઓ ભારત આવ્યા અને Lee and Muirhead કંપનીમાં જોડાયા હતા. 1984માં તેમણે પોતાની એર ફ્રેઇટ સર્વિસ શરૂ કરી હતી. તેઓ પોતે ક્વૉલિફાઇડ પાઇલટ પણ છે. લલીત કલા અને સંગીતના શોખીન દિનેશ ત્રિવેદીએ સિતાર વાદનની તાલીમ પણ લીધેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.